ગુજરાત

gujarat

ETV Bharat / city

હવે ભારતીય વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ઘડશે ઉચ્ચ કારર્કિદી

અમદાવાદ:સ્વિટઝર્લેન્ડ જીનિવાની સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ અને અમદાવાદની કીસ્ટોન ગ્લોબલ કરિઅર(કેજીસી) વચ્ચે પાથવે પ્રોગ્રામ અન્વયે સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા છે. હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ક્ષિતિજો રહેલી છે, ત્યારે ગુજરાતની હોટલ ઈન્ડસ્ટ્રીઝના વિકાસને નવી ગતિ મળે અને વધુ સારા વ્યાવસાયિકો મળે તે હેતું સાથે આ કરાર થકી વિશ્વની હોટલ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈ શકે છે.

By

Published : Oct 10, 2019, 5:29 PM IST

Hospitality Hotel Industry Geneva Switzerland Education

હાલમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે અનેક આંતરરાષ્ટ્રીય હોટેલ્સ આ રાજ્યમાં પોતાની હોટેલ ખોલી રહી છે અને આ હોટેલ્સ જૂથોને તેમના હોટેલ વ્યવસાયને સારી રીતે અને સફળતાપૂર્વક ચલાવવા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ગુણવત્તા જાળવવા સારી તાલીમ પામેલા વ્યાવસાયિકોની સતત જરૂર રહે છે.

હવે ભારતીય વિદ્યાર્થીઓ હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે ઘડશે ઉચ્ચ કારર્કિદી

આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ફક્ત ગુજરાત માટે જ નહિ,પરંતુ આખા વિશ્વમાં આ વ્યવસાય સાથે જોડાય શકે તેવા હોટેલ બિઝનેસ વ્યાવસાયિકો તૈયાર કરવા માટે જીનિવા સ્વિટ્ઝર્લેન્ડમાં મુખ્યમથક ધરાવતા સ્વિસ હોસ્પિટાલિટી ગ્રુપ(એસએચજી) અને અમદાવાદમાં મુખ્ય મથક ધરાવતાં કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ(કેજીસી)ના સંયુક્ત ઉપક્રમે એક અનોખો "પાથવે" પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે. આ વિશિષ્ઠ "પાથવે" પ્રોગ્રામમાં "માસ્ટર ઈન ઇન્ટરનેશનલ હોસ્પિટાલિટી મેનેજમેન્ટ"ની ડીગ્રી એસએચજી જીનેવા દ્વારા આપવામાં આવશે.

આ બે વર્ષિય "પાથવે" પ્રોગ્રામમાં પહેલા 6 મહિના વિદ્યાર્થી અમદાવાદ, ભારતમાં અને બાકીના અઢાર મહિના પેરિસ ફ્રાન્સમાં ભણશે, પેરિસ, ફ્રાન્સમાં વિદ્યાર્થીઓને 9 મહિના કલાસરૂમ અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવશે, જયારે અન્ય 9 મહિના ઊચ્ચ કક્ષાની હોટેલમાં પેઈડ ઇન્ટરશીપ કરાવવામાં આવશે જે વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે તુરંત કામ કરવા સક્ષમ બનાવશે. યુરોપમાં આ "પાથવે" પ્રોગ્રામ દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ ઉજ્જવળ કારકિર્દી ઘડી છે. અમદાવાદ સ્થિત કીસ્ટોન ગ્લોબલ કરિયર્સ(કેજીસી)એ "શાંતિ એજયુકેશન ઇનિશ્યેટીવ લિમિટેડ" નો એક ભાગ છે.

ઉપરોક્ત "પાથવે" પ્રોગ્રામના અનુસંધાનમાં ગુરૂવારે અમદાવાદમાં એસએચજીના CEO એરિક ગ્રીગોઅર અને કીસ્ટોન ગ્લોબલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નેહા શર્માએ મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડિંગમાં સહી કરી હતી, અને સાલ 2020 એપ્રિલની પ્રથમ બેચ માટેના એડમિશન શરૂ કરવાની વિધિવત જાહેરાત કરી હતી.જેમાં વિજ્ઞાન,વાણિજ્ય અને વિનયન શાખાના કોઈ પણ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી પ્રવેશ મેળવા માટે લાયકાત ધરાવે છે. આ પ્રસંગે કેમ્પસ ફ્રાન્સના સુજિત નાયર હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details