ગુજરાત

gujarat

ETV Bharat / city

Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

યુક્રેનથી એરલિફ્ટ (Indian Students Airlift From Ukraine) કરીને લાવવામાં આવેલા ગુજરાતના વિદ્યાર્થીઓને મુંબઈ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ મારફતે અમદાવાદ લાવવામાં આવશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારતના અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. જેમને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ
Indian Students Airlift From Ukraine: યુક્રેનથી મુંબઈ આવ્યા વિધાર્થીઓ, GSRTCની વોલ્વો બસ દ્વારા ગુજરાતી વિદ્યાર્થીઓને લવાશે અમદાવાદ

By

Published : Feb 26, 2022, 9:05 PM IST

અમદાવાદ: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War 2022)માં ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે દેશમાં પરત લાવવા માટે કેન્દ્ર સરકાર આવા વિદ્યાર્થીઓને એરલિફ્ટ (Indian Students Airlift From Ukraine) કરી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરીને મુંબઈ ખાતે લાવવામાં આવ્યા છે.ગુજરાતના વિદ્યાર્થીઓ (Gujarati Students In Ukraine)ને મુંબઈ એરપોર્ટથી GSRTCની વોલ્વો બસ દ્વારા અમદાવાદ (gsrtc volvo bus ahmedabad )લાવવામાં આવશે.

વિદ્યાર્થીઓ વહેલી સવારે મુંબઈ એરપોર્ટથી અમદાવાદ પહોંચશે.

વિધાર્થીઓની અપીલ અને સરકાર પર દબાણ

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા હજારો વિદ્યાર્થીઓ (Indian Students Studying In Ukraine)એ વિડીયો કોલ અને સોશિયલ મીડિયા દ્વારા ભારત સરકારને પોતાને વતન પરત લઈ જવા વિનંતી કરી હતી. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ (Indian Students stranded in Ukraine)ના વાલીઓએ કેન્દ્ર સરકારને પોતાના બાળકોને દેશમાં પરત લાવવા વિનંતી કરી છે. અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી કેટલાય વિધાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. યુક્રેનમાં ભારતના અંદાજે 20 હજારથી વધારે અને ગુજરાતના લગભગ 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે અને તેમને ભારત લાવવાના પ્રયત્નો સરકાર દ્વારા ચાલી રહ્યા છે.

આ પણ વાંચો:યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓનો રોષ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ પર ઠાલવ્યો ગુસ્સો

યુક્રેનમાં ફસાયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી

ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી આ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઇન નંબર પર સ્થાનિક સરકાર સાથે સહયોગ સાધીને યુક્રેનમાં ફસાયેલા સંબંધીઓની પુષ્ટિ કરીને એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે ગુજરાત સરકાર થકી કેન્દ્ર સરકારમાં મોકલાયું છે અને તે પ્રમાણેની પ્રોસેસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચો:એર ઈન્ડિયાનું વિમાન 250 ભારતીયોને લઈને બુખારેસ્ટથી થયું રવાના, રાત્રે પહોંચશે મુંબઈ

મુંબઈ એરપોર્ટ પર આવશે ગુજરાતના વિધાર્થીઓ

ગુજરાતના આવા વિદ્યાર્થીઓ મુંબઈ એરપોર્ટ પર પહોંચશે. જેને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની વોલ્વો બસ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે. આ વિશે વધુ જણાવતાં રાજ્યના એસ.ટી.નિગમના સેક્રેટરી (Secretary of ST Corporation) કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સુરત વિભાગને 2 વોલ્વો બસો મુંબઈ એરપોર્ટ મોકલવા આદેશ મળ્યા છે. આવતીકાલ સવાર સુધીમાં મુંબઈ એરપોર્ટથી ગુજરાતી વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે લાવવામાં આવશે.

અમદાવાદ કલેકટરના હાથમાં સત્તા

ઉલ્લેખનીય છે કે, આવા વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવવાની તેમજ તેમને એરપોર્ટથી સલામત પરત લાવવાની જવાબદારી અમદાવાદ જિલ્લા કલેક્ટર પાસે છે.

ABOUT THE AUTHOR

...view details