ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ચાઈનીઝ લાઈટની માગમાં થયો ઘટાડો - ભારતીય લાઈટ

અમદાવાદ: દિવાળી ઘરને આંગણે ઉભી છે, ત્યારે બજારમાં ક્યાંક મંદી તો ક્યાંક તેજી જોવા મળીં રહી છે. અમદાવાદના ગાંધી રોડ ખાતે આવેલા લાઈટ બજાર હૉલસેલ માર્કેટમાં મંદી વર્તાઈ રહી છે. કારણ કે, આ વર્ષે લોકો ચાઈનીઝ લાઈટની બદલે ભારતીય લાઈટ ખરીદવાનું વધુ પંસદ કરી રહ્યાં છે. જેથી ચાઈનીઝની લાઇટનું વેચાણ કરતાં વેપારીઓને મંદી માર વેઠવો પડી રહ્યો છે.

ભારતીય લાઈટની માગમા વધારો

By

Published : Oct 27, 2019, 4:01 AM IST

દિવાળીના તહેવારોમાં લોકો પોતાના ઘરનો શણગાર વિવિધ પ્રકારની લાઈટથી કરે છે. તહેવારના 10 દિવસ પહેલાથી ખરીદી શરૂ કરી દેવામાં આવે છે. છેલ્લા 3 મહિનાથી બજારમાં મંદીની અસર લાઈટ બજારમાં જોવા મળી રહી છે.

અમદાવાદમાં ચાઈનીઝ લાઈટ સામે ભારતીય લાઈટની માગમા વધારો

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે માર્કેટમાં અવનવા પ્રકારની લાઈટો બજારમાં જોવા મળે છે. આ વર્ષે પણ અમદવાદ લાઈટો ઝાકઝમાટમાં ઝળહળી રહ્યું છે. ગત વર્ષે બજારમાં ચાઈનીઝ લાઈટની માગ વધુ જોવા મળી હતી. જ્યારે આ વર્ષે અમદાવાદીઓએ ચાઈનીઝ લાઈટને અલવિદા કહીને ભારતીય લાઈટની ખરીદી તરફ વળ્યાં છે.જેથી આ આ વર્ષે ચાઈનીઝ લાઈટનું વેચાણ કરતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details