અમદાવાદઃ નારી તું નારાયણી. દરેક સમાજમાં (Nari Shakti) એક સ્ત્રીનો ખૂબ જ મહત્વની ભૂમિકા (Role of women in agriculture) અને ફાળો હોય છે. અત્યારે એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં સ્ત્રીઓ પોતાની આવડતથી મહત્વનું સ્થાન ન મેળવ્યું હોય. તે પછી ભણતર હોય, ગણતર હોય કોઈ પ્રોફેશનલ લાઈફ હોય કે પછી અન્ય કોઈ જગ્યા. દરેક જગ્યાએ સ્ત્રીએ પોતાને સાબિત કરી બતાવી છે. ભગવાને એક સ્ત્રીને જે શક્તિ આપી છે તે બીજા કોઈ પાસે નથી. આપણા વેદ-ઉપનિષદ કાળમાં પણ સ્ત્રીને પુરૂષોના જેટલો જ સમાન દરજ્જો હતો. તેવામાં વાત કરીએ અનેક પડકારોનો સામનો કરીને કામ કરતી મહિલાઓની.
દેશમાં મહિલા ખેડૂતોનો સિંહફાળો-ભારત કૃષિપ્રધાન દેશ (India is an agricultural country) છે. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, ભારતીય કૃષિમાં મહિલાઓની ભાગીદારી 32 ટકા છે. જ્યારે કૃષિમાં 48 ટકા મહિલાઓ છે. તો 7.5 કરોડ મહિલાઓ દૂધ ઉત્પાદન અને પશુધન વ્યવસ્થાપન સાથે જોડાયેલી છે. તો કૃષિમાં ગુજરાતની મહિલાઓ પણ ક્યાંય પણ પાછી નથી. સમગ્ર દેશ આઝાદીના (indian independence day) અમૃત મહોત્સવની ઉજવણીમાં (Azadi ka Amrit Mahotsav) મશગુલ છે.
તાપીમાં પ્રેરણાદાયી મહિલા ખેડૂત - તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઊંચામાળા ગામમાં રહે છે 50 વર્ષીય જસુબેન ચૌધરી. તેઓ માત્ર 10 ધોરણ સુધી ભણેલા (An inspiring woman farmer from Tapi) છે. તેમણે શરૂઆતમાં ખેતી સાથે પશુપાલન ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમાં સફળતા મળ્યા પછી તેમણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. વેસ્ટ આંબાવાડીનો કૂચો અને ગાય, ભેંસના મળમૂત્રમાંથી તેમણે વર્મી કમ્પોસ્ટ ખાતર (Vermicompost fertilizer) બનાવવાનું સાહસ કર્યું અને તેમના આ સાહસે તેમને સફળતાની સીડી ચડવામાં મદદ કરી. સાથે આજે જસુબેન જિલ્લાના બેસ્ટ ખેડૂતના બિરૂદ સાથે અગ્રેસર છે અને તેમનો પરિવાર પણ તેમની વર્ષેની સારી એવી આવકથી ખુશ થઈ ગર્વ અનુભવી રહ્યો છે.
ખેતીમાં મહિલાઓની ભાગીદારી - ઓક્સફેમ અનુસાર, સરકારી સમિતિઓ અને કૃષિ યોજનાઓના અમલીકરણમાં મહિલાઓની ભાગીદારી માત્ર 2.3 ટકા છે. જો તમે હાલમાં ગામડામાં છો તો તમે જોશો કે, તમારી પંચાયત અને આસપાસના વિસ્તારોમાં કેટલી મહિલાઓ કૃષિ સહાયક તરીકે કામ કરી રહી છે. વર્ષ 2019-20ના આર્થિક સરવે અનુસાર, આ નાણાકીય વર્ષમાં ઉચ્ચ પ્રવાસના કારણે કૃષિમાં મહિલાઓની ભાગીદારી પહેલાથી અનેકગણી વધી ગઈ છે. એટલે કે, યુવા રોજગારની શોધમાં ગ્રામીણથી શહેરની તરફ વળી રહ્યા છે અને મહિલાઓ ઘરની ખેતીની સંભાળ કરવા માટે વધુ જવાબદારી નિભાવી રહી છે.
આ પણ વાંચો-World lion Day 2022: સિંહોના સંરક્ષણ માટે નવાબથી લઈને વન વિભાગની દ્રઢતા આજે પણ અકબંધ