અમદાવાદ:દેશની સર્વોચ્ચ સંસ્થા NCUIના અધ્યક્ષ દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન (Chairman of IFFCO Dilip Sanghani) બન્યા બાદ પ્રથમવાર આજે ગુરૂવારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ઇફ્કકો મોટી સંસ્થા (IFFCO large organization) છે. તેમજ કોરોના કાળમાં સામાજિક કાર્ય કર્યા છે. ઉપરાંત ખેડૂતને લાભ થાય એવા પ્રયત્ન કરવામાં આવશે.
ઇફ્કોએ કોરોના કાળમાં ઉમદા કામગીરી કરી
સહકારી ઇફ્કો સંસ્થા શ્રેષ્ઠ કાર્ય (Cooperative IFFCO is doing its best) કરી રહી છે અને બિનહરીફ ચૂંટાઇને મને જવાબદારી સોંપવામાં આવી છે. ઇફ્કોએ કોરોના કાળમાં ઉમદા કામગીરી કરી (IFFCO performed well during Corona period) છે ત્યારે લોકો સુધી કિચન કિટ આપી ધરે પહોંચાડી છે.
ખેડુતને યોગ્ય ભાવ ખાતર આપ્યું
ખેડુતને હિતને ધ્યાનમાં રાખી ને 400 કરોડનું નુકશાન કરીને પણ ખેડુતને યોગ્ય ભાવ ખાતર આપ્યું હતું.ગત જાન્યુઆરીમાં રોમટીરિયલમાં ભાવ 300 ડોલર હતા તે હવે 994 ડોલર થયા છે. ત્યારે ખાતરના ભાવના સમાચાર મીડિયા દ્વારા થતા રહેશે.
ઇફ્કોએ દુનિયામાંથી ખાતર લાવીને ખેડુતને ખાતર આપ્યું
યુરોપમાં સંપૂર્ણ ખાતરના ખાતરના કારખાનાં બંધ થઇ ગયા હતા ત્યારે ઇફ્કોએ દુનિયામાંથી કોઇપણ રીતે ખાતર લાવીને ખેડુતને ખાતર આપ્યું છે. ત્યારે ઇફ્કો આવી કામગીરીથી 300 કરોડથી વધારે નફો કરી આપ્યો છે.