અમદાવાદઃભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે વન ડેની ત્રણ મેચની સિરીઝની આજે બીજી મેચ છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (India West Indies match at Narendra Modi Stadium) રમાઈ રહી છે. જોકે, આ પહેલી મેચમાં ભારત વેસ્ટ ઈન્ડિઝને ધૂળ ચટાડીને 1-0 સ્કોરથી આગળ છે. બીજી તરફ તાજેતરમાં જ અંડર 19 વર્લ્ડ કપમાં વિજેતા બનેલી ભારતીય ટીમને આજે અહીં સન્માનિત (Indian Under 19 Cricket Team Honors) કરવામાં આવશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે બીજી વન ડે મેચ આ પણ વાંચો-IND Vs WI ODI Match : ભારતીય ટીમનાં ચાહકોને સ્ટેડીયમમાં પ્રવેશ ન અપાતા શું આપી પ્રતિક્રિયા, જાણો તે અંગે...
અંડર 19 ક્રિકેટ ટીમનું સન્માન કરાશે
ભારતની અંડર 19 ક્રિકેટ ટીમે હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ ખાતે યોજાયેલા ક્રિકેટ વિશ્વકપમાં ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી જીત (Indian Under 19 Cricket Team Honors) મેળવી હતી. ટીમે ફાઈનલમાં ઈંગ્લેન્ડને જોરદાર હરાવ્યું હતું. તેવામાં આ ટીમ આજે અમદાવાદ પહોંચી ચૂકી (Indian Under 19 Cricket Team in Ahmedabad) છે. ત્યારે આજે BCCIના સેક્રેટરી ભારતીય અંડર 19 ટીમનું સન્માન (Indian Under 19 Cricket Team Honors) કરશે. તો આ પ્રસંગે BCCIના અગ્રણીઓ અને GCAના ઓફિસિયલ્સ ઉપસ્થિત રહેશે.
ભારતીય અંડર 19 ક્રિકેટ ટીમનું કરાશે સન્માન આ પણ વાંચો-India v/s West Indies : અમદાવાદમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોને 'નો એન્ટ્રી', મોદી સ્ટેડિયમ તૈયાર
આજના મેચની પરિસ્થિતિ
આજના મેચની વાત કરીએ તો, ભારતીય ટીમની ખૂબ જ ધીમી શરૂઆત (Weak start of Indian team) થઈ છે. ભારતીય ટીમ 25 ઓવર સુધી માત્ર 91 રન જ કરી શકી છે. જ્યારે આટલા ઓછા રનમાં ભારતે 3 વિકેટ પણ ગુમાવી દીધી છે. બીજી તરફ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા (Indian team captain Rohit Sharma) માત્ર 5 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત વિરાટ કોહલી અને ઋષભ પંત પણ માત્ર 18 રન બનાવી વિકેટ ગુમાવી હતી. વેસ્ટ ઈન્ડિઝની વાત કરીએ તો, પહેલી મેચમાં કેપ્ટન રહેલા કેરન પોલાર્ડને આ વખતે આરામ આપવામાં આવ્યો છે. જ્યારે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન તરીકે નિકોલસ પૂરન (West Indies captain Nicholas Pooran) જવાબદારી સંભાળી રહ્યો છે. તો ભારતીય ટીમમાં સારું પ્રદર્શન કરનારા ઈશાન કિશનના સ્થાને આ વખતે કે. એલ. રાહુલનો સમાવેશ કરાયો છે.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી
- રોહિત શર્મા (કેપ્ટન)
- કે. એલ. રાહુલ (વાઇસ કેપ્ટન)
- વિરાટ કોહલી
- ઋષભ પંત (વિકેટ કિપર)
- સૂર્યા કુમાર યાદવ
- દિપક હૂડા
- વોશિંગ્ટન સુંદર
- શાર્દુલ ઠાકુર
- મોહમ્મદ સિરાજ
- યઝુવેન્દ્ર ચહલ
- પ્રસિદ્ધ ક્રિષ્ના
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમના ખેલાડી
- નિકોલસ પૂરન (કેપ્ટન)
- શાઈ હોપ (વિકેટ કિપર)
- બ્રાન્ડન કિંગ
- ડેરેન બ્રાવો
- શામરાહ બ્રૂક્સ
- ઓડન સ્મિથ
- જેસન હોલ્ડર
- ફેબીઅન એલન
- અકેલ હુસેન
- અલઝારી જોસેફ
- કેમા રોચ