ગુજરાત

gujarat

ETV Bharat / city

India v/s West Indies : અમદાવાદમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકોને 'નો એન્ટ્રી', મોદી સ્ટેડિયમ તૈયાર - ભારત વિ. વેસ્ટ ઇન્ડિઝ ટી20

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ અને કોલકાતા ખાતે સિરિઝનું (India Vs West Indies) આયોજન હાથ ધરાયું છે. જાણો વધુ વિગત.

India Vs West Indies t20 : અમદાવાદમાં પ્રેક્ષકોને નો એન્ટ્રી, કોલકાતામાં 50,000 દર્શકો મેચ જોશે
India Vs West Indies t20 : અમદાવાદમાં પ્રેક્ષકોને નો એન્ટ્રી, કોલકાતામાં 50,000 દર્શકો મેચ જોશે

By

Published : Feb 2, 2022, 7:46 PM IST

Updated : Feb 2, 2022, 8:43 PM IST

અમદાવાદઃ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર અસ્ત થવાના આરે છે. ત્યારે અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝ અને કોલકાતા ખાતેનું (India Vs West Indies) આયોજન હાથ ધરાયું છે.

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી ગયાં છે પણ દર્શકોને એન્ટ્રી નહીં મળે

ગયા વર્ષે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી મેચ

ગયા વર્ષે અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી' ક્રિકેટ સ્ટેડિયમ ( Ahmedabad Narendra Modi Stadium) ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ અને ટી-ટ્વેન્ટી સિરિઝનું આયોજન કરાયું હતું. ત્યારે સ્ટેડિયમમાં 70 હજાર જેટલા દર્શકો ભેગા થતા કોરોના વકર્યો હતો. પરિણામે પ્રેક્ષકો માટે સ્ટેડિયમમાં એન્ટ્રી બંધ કરવામાં આવી હતી. હવે એક વર્ષ બાદ ફરી આ મેદાન ઉપર મેચનું (India Vs West Indies) આયોજન કરાયું છે. 06 ફેબ્રુઆરીએ અહીં ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચની સિરીઝની પ્રથમ વન-ડે મેચ રમાશે. જો કે આ વર્ષે કોરોનાના કેસ વધુ હોવા છતાં વ્યાપક રસીકરણ અને વાયરસનો હળવો વેરીએન્ટ હોવાથી કોરોના જીવલેણ સાબિત થયો નથી. પરંતુ સરકાર જોખમ ઉઠાવવા માંગતી નથી.

અમદાવાદમાં 'નરેન્દ્ર મોદી' સ્ટેડિયમમાં પ્રેક્ષકોને નો એન્ટ્રી

વન-ડે સીરીઝ રમવા માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ભારતની ટીમ અમદાવાદ આવી ગઈ છે. જો કે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને પહેલાં જ પોતાનો ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ વન-ડે સિરીઝ પ્રેક્ષકો વગર રમાશે તેવી જાહેરાત કરી દીધી હતી. એટલે મેચનો માહોલ જામ્યો નથી. આ જ વર્ષમાં ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે. જેને લઇને ગયા વર્ષે જેવા આક્ષેપો સરકાર ઉપર થયા હતા, તે આ વખતે (India Vs West Indies) ન થાય તેની સાવધાની રખાઈ રહી છે. બીજી તરફ સ્ટેડિયમના ( Ahmedabad Narendra Modi Stadium)નામને જોતા જો કોરોના વકરે તો સીધો આક્ષેપ વડાપ્રધાન પર થાય. તેથી તે જોવાની જવાબદારી પણ સરકારની બને છે.

આ પણ વાંચો:India v/s West Indies : વેસ્ટઇન્ડિઝની ટીમ પહોંચી અમદાવાદ : તમામ વન-ડે મેચ પ્રેક્ષકો વગર રમાશે

ઇડન ગાર્ડનમાં પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી

અમદાવાદમાં વનડે સિરીઝ બાદ ત્રણ મેચની વનડે આયોજન કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યુ છે. મમતા બેનર્જી સરકારે સ્ટેડિયમની 75 ટકા સીટિંગ કેપેસિટી સાથે સ્ટેડિયમમાં (India Vs West Indies) પ્રેક્ષકોને જવાની પરવાનગી આપી છે. જે લગભગ 50 હજારની જેટલી થાય છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર (Ahmedabad Narendra Modi Stadium) કરતા ઓછા પણ ઓછા કેસ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યના છે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા આ છૂટ અપાઇ હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Chess Tournament : વિદિત ગુજરાતીએ મેગ્નસ કાર્લસનને ડ્રો પર રોક્યો

Last Updated : Feb 2, 2022, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details