ગુજરાત

gujarat

ETV Bharat / city

India first Regional Rapid Rail : ગુજરાતમાં 7 મેએ RRTSને સોંપાશે પહેલો ટ્રેન સેટ, ભારતની સૌથી પહેલી રીજનલ રેપિડ રેલની જાણો વિશેષતા - એનસીઆરટીસી

ગુજરાતના સાવલી સ્થિત અલસ્ટોમના પ્લાન્ટમાં (Alstom plant in Savli Gujarat )ભારતની સૌથી પહેલા રીજનલ રેપિડ રેલનો (India first Regional Rapid Rail) છ કોચવાળો પહેલો ટ્રેન સેટ તૈયાર થઈ ગયો છે. કેવો છે આ ટ્રેન સેટ અને તેની શું વિશેષતા છે વાંચો અહેવાલમાં.

India first Regional Rapid Rail : ગુજરાતમાં 7 મેએ RRTSને સોંપાશે પહેલો ટ્રેન સેટ, ભારતની સૌથી પહેલી રીજનલ રેપિડ રેલની જાણો વિશેષતા
India first Regional Rapid Rail : ગુજરાતમાં 7 મેએ RRTSને સોંપાશે પહેલો ટ્રેન સેટ, ભારતની સૌથી પહેલી રીજનલ રેપિડ રેલની જાણો વિશેષતા

By

Published : May 6, 2022, 6:13 PM IST

અમદાવાદ- ગુજરાતના સાવલીમાં અલસ્ટોમના પ્લાન્ટમાં (Alstom plant in Savli Gujarat ) 7 મેના રોજ આયોજિત કાર્યક્રમમાં ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલયના (Union Ministry of Housing and Urban Development ) સચિવની હાજરીમાં રિજનલ રેપિડ રેલનો (India first Regional Rapid Rail) ટ્રેન સેટ રાષ્ટ્રીય રાજધાની પરિવહન ક્ષેત્ર (NCRTC) ને સોંપવામાં આવશે.

એર્ગોનોમિકલ રૂપમાં ડિઝાઈન

ટ્રેનનો પહેલો સેટ ગાઝિયાબાદ લઈ જવાશે-રિજનલ રેપિડ રેલ ટ્રેનનો પહેલો સેટ (India first Regional Rapid Rail) મોટા ટ્રેલરો પર રાખીને 14 મે આસપાસ ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના દુહાઈ ડેપોમાં લાવવાની ધારણા છે. આવી રીતે કુલ 35 ટ્રેનનો સેટ(201 કોચ) આવશે.

આ પણ વાંચોઃ Bullet Train Project: બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કર્યું હોવા છતાં 5 વર્ષે પણ ખેડૂતને રૂપિયા ચૂકવાયા નથી

દિલ્હીથી મેરઠ વચ્ચે રેપિડ રેલ દોડશે -દિલ્હીથી મેરઠ વચ્ચે 82 કિલોમીટરના રૂટ પર રેપિડ રેલ (India first Regional Rapid Rail) દોડશે. 9 માર્ચ, 2019ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પરિયોજના પર કુલ રૂપિયા 30,274 કરોડનો ખર્ચ થયાની ગણતરી છે. આ કોરિડરો બની ગયા પછી રેપિડ રેલ મેરઠથી દિલ્હીના સરાય કાલેખાં સુધી ફકત 50 મીનિટમાં પહોંચી શકાશે. 82 કિલોમીટરના આ લાંબા કોરિડોરમાં કુલ 24 સ્ટેશન બનાવાઈ રહ્યા છે.

અનેક પ્રકારની સુવિધાઓથી સજ્જ રેપિડ ટ્રેન

આ વર્ષના અંત સુધીમાં ટ્રાયલ- પહેલા તબક્કામાં ગાઝિયાબાદથી સાહિબાબાદ સ્ટેશનથી દુહાઈ ડેપો સુધી 17 કિલોમીટરના રૂટ પર રેપિડ રેલ (India first Regional Rapid Rail) દોડશે. આ ટ્રેક પર ટ્રેન ચલાવવા માટે આ વર્ષના આખર સુધીમાં ટ્રાયલ થઈ જશે. એનસીઆરટીસીને આશા છે કે 2025 સુધીમાં પુરા ટ્રેક પર રેપિડ ટ્રેન દોડશે.

આ પણ વાંચોઃ Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેક્ટે પકડી ગતિ, કેન્દ્રીય રેલ્વે પ્રધાને પ્રોજેક્ટની સમીક્ષા કરી

રિજનલ રેપિડ રેલની વિશેષતા- આ અત્યાધુનિક રેપિડ રેલમાં (India first Regional Rapid Rail) એર્ગોનોમિકલ રૂપમાં ડિઝાઈન કરાઈ છે. 2x2 ટ્રાન્સવર્સ કુશન સીટિંગ, ઉભા રહેવા માટે પહોળી જગ્યા, લગેજ રેન્ક, સીસીટીવી કેમેરા, લેપટોપ અને મોબાઈલ ચાર્જિંગ સુવિધા, ડાયનેમિક રૂટ મેપ, ઓટો કન્ટ્રોલ એમ્બિએટ લાઈટિંગ સિસ્ટમ, હીટિંગ વેન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમ સહિત અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. સંપૂર્ણ એસી સાથે આરઆરટીએસ ટ્રેનોમાં સ્ટાર્ન્ડડની સાથે મહિલા યાત્રિકો માટે આરક્ષિત એક કોચ અને પ્રિમિયમ વર્ગ માટે એક કોચ રહેશે.

ABOUT THE AUTHOR

...view details