ગુજરાત

gujarat

ETV Bharat / city

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરાતા વિરોધનો વંટોળ - શંકરસિંહ વાઘેલા

આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું અમદાવાદમાં ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોટેરા સ્ટેડિયમના નામે ઓળખાતું સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના નામે ઓળખાશે. આ અંગેની સત્તાવર જાહેરાત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી હતી. ત્યારબાદ સ્ટેડિયમના નામાભિધાનને લઇને વિરોધપક્ષોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. જેને લઇને વડગામના અપક્ષ ધારાસભ્યએ #HamDoHamareDo હેશટેગ સાથે સ્ટેડિયમના નામકરણ અંગે સીધુ જ વડાપ્રધાન મોદી પર નિશાન તાક્યું હતું. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ પણ ટ્વીટ કર્યું હતું.

CRICKET PAVALION MATTER
CRICKET PAVALION MATTER

By

Published : Feb 24, 2021, 6:21 PM IST

Updated : Feb 24, 2021, 8:09 PM IST

  • આજે મોટેરા સ્ટેડિયમનું નામાભિધાન કરાયું
  • મોટેરા સ્ટેડિયમને બદલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ઓળખાશે
  • નામાભિધાનને લઇને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોદી પર સાધ્યું નિશાન
  • મેવાણીએ હેસટેગ #HamDoHamareDo સાથે કર્યું ટ્વીટ

ન્યૂઝ ડેસ્કઃ અમદવાદમાં જે સ્ટેડિયમનું નામ મોટેરા સ્ટેડિયમ હતું તે સ્ટેડિયમ હવે નરેન્દ્ર મોદીના નામેથી ઓળખાશે. આજે બુધવારે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. આ સાથે જ અમદાવાદ શહેરમાં 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે. જેનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. હાલ મોટેરા સ્ટેડિમનું નામ બદલવાથી વડગામ વિધાનસભાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ ટ્વીટ કરી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

  • જીગ્નેશ મેવાણીએ કર્યું ટ્વવીટ

મેવાણીએ ટ્વીટ કરી લખ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના 2 મુખ્ય પેવેલિયનનું નામ અદાણી અને અંબાણી છે. #HamDoHamareDo. આ ઉપરાંત મેવાણીએ મોદીને કાંકરિયા ઝૂનું નામ મોદી ઝૂ રાખવા કહ્યું હતું.

જીગ્નેશ મેવાણીનું ટ્વીટ
  • પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહે કર્યું ટ્વીટ

શંકરસિંહ બાપુએ ટ્વીટ કરી લખ્યું કે, સરદાર પટેલ એરપોર્ટ અદાણીના નામે કર્યું, સરદાર પટેલ સ્ટેડિયમ મોદીના નામે કર્યું. દેશની સંપતિની જેમ સ્ટેડિયમના બે પેવેલિયન પણ પોતાના ઉદ્યોગપતિ મિત્રના નામે કરી દીધા છે. આ જ તો છે, #HumDOHamareDoKiSarkar.

શંકરસિંહ વાઘેલાનું ટ્વીટ
  • કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ થોડા સમય પહેલા રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું કે, વડાપ્રધાન મોદીની સરકાર #HamDoHamareDoની સરકાર છે. હવે જ્યારે મોટેરા સ્ટેડિયમનું નામાભિધાન થઇ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યું છે ત્યારે તેમણે આ અંગે પણ ટ્વીટ કરી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી જણાવ્યું કે, કેવી સુંદર રીતે સત્ય ખુદ સામે આવી ગયું છે. #HamDoHamareDo.

રાહુલ ગાંધીનું ટ્વીટ
  • દેશની જનતા સરદાર પટેલનું અપમાન નહીં સહન કરે

AIMIM ગુજરાતના પ્રવક્તા દાનિશ કુરેશીએ કહ્યું કે, તેમનું ચાલે તો તેઓ ગુજરાતનું નામ બદલીને નરેન્દ્ર મોદી પ્રદેશ કરી નાખે. આવી જ રીતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બે મુખ્ય પેવેલિયનના નામ અદાણી અને અંબાણી નામે અમદાવાદનું એરપોર્ટનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા અમદાવાદ સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે, આ સરદાર પટેલનું અપમાન છે. સરદાર પટેલના નામ પર મત માંગનારી ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. દેશની જનતા સરદાર પટેલનું અપમાન નહી સહન કરે.

Last Updated : Feb 24, 2021, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details