અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે કે. કૈલાસનાથન આરોગ્ય સચિવ જયંતિ રવિ, પંકજકુમાર તથા સિવિલ હોસ્પિટલના ડોક્ટર, સ્વસ્થકર્મી અને અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં કોરીના વોરિયર્સના સન્માન સાથે આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી - civil hospital
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષની ઉજવણીમાં ડોક્ટર, સફાઈકર્મી અને અન્ય કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ
આ વર્ષે સોશિયલ ડીસ્ટન્સ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઉપરાંત આ વર્ષે સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ સન્માન કરવામાં આવ્યું હતું. જે ડોક્ટરોએ કોરોના કાળ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં ખડેપગે રહીને સેવા આપી હતી. તેમનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.
સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ ધ્વજ વંદન કરીને અસ્મિતા ભવનમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે લોકો બેઠેલાં જોવા મળ્યા હતા.