અમદાવાદ શહેર પોલીસના મુખ્યાલય શાહીબાગ ખાતે 15મી ઓગસ્ટ નિમિતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,પોલીસકર્મીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શહેર પોલીસ કમિશ્નર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસકર્મીઓ દ્વારા પરેડ કરવામાં આવી હતી.
અમદાવાદમાં મેયર અને શહેર પોલીસે સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી - મેયર બીજલબેન પટેલ
અમદાવાદ: 15મી ઓગસ્ટના 73માં સ્વાંતત્ર દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે, અમદાવાદ શહેર પોલોસ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ કમિશ્નર દ્વારા રાષ્ટ્રધવજ ફરકાવવામાં આવ્યો હતો અને પોલીસકર્મીઓ દ્વાર પરેડ યોજવામાં આવી હતી. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા શહેરના સંત વિસ્તારમાં ધ્વજ વંદનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ કમિશ્નર દ્વારા શૌર્ય અને બહાદુરીપૂર્વક કામ કરનારા અને અમદાવાદ પોલીસનું નામ આગળ વધારનાર પોલીસ કર્મીઓનું તથા અધિકારીઓનું મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓના દીકરા-દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશ્નરે આજના દિવસની લોકોને શુભેચ્છા પાઠવી હતી અને અમદાવાદ પોલીસના કામની પણ પ્રશંસા કરી હતી.
અમદાવાદ પોલીસ તમામ મુશ્કેલીઓ સામે લડવા માટે તૈયાર છે અને અમદાવાદ પોલીસમાં ફિટનેસ છે તેવું શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જણાવ્યું હતું. તેમજ મ્યુનિસિપલ કોપોરેશન દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અમદાવાદના મેયર બીજલબેન પટેલ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા તથા ભાજપના કોર્પોરેટર, સ્વાતંત્ર્યસેનાની, તેમજ મ્યુનિસિપલ શાળા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધ્વજવંદનની સાથે મેયરે શહેરને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.