ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ ગુજરાતમાં વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોની મુશ્કેલીમાં થયો વધારો

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો રાજ્યવાસીઓને કરવો પડી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ગુજરાતમાં વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

visibility
અમદાવાદ

By

Published : Aug 24, 2020, 5:11 PM IST

  • રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • રાજ્યમાં વિઝિબિલિટી ડાઉન થવાની સમસ્યા
  • વિઝિબિલિટી ડાઉન થવાના કારણે રસ્તા ઉપર ફોગીંગ જોવા મળ્યું
  • ગુજરાતમાં વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોને મુશ્કેલી

અમદાવાદ:ગુજરાત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજ્યમાં વિઝિબિલિટી ડાઉન થવાની સમસ્યા સર્જાય છે.જેની સીધી અસર અમદાવાદ અને રાજ્યના વાહન ચાલકો પર પડી રહી છે.

અમદાવાદ ગુજરાતમાં વિઝિબિલિટી ડાઉન થતાં વાહનચાલકોની મુશ્કેલીમાં થયો વધારો

અમદાવાદમાં વિઝિબિલિટી ડાઉન થવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચલાવતા સમયે હેડલાઈટ અને સાઈડ લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવા પર મજબુર બન્યા છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા નું ધોવાણ પણ થયું છે. જેના કારણે અકસ્માતની સમસ્યામાં પણ વધારો થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે લાખો રૂપિયા પ્રિ-મોન્સૂન કામગીરીમાં ખર્ચી રહી છે, પરંતુ કથની અને કરણીમાં અનેક અંતર જોવા મળી રહ્યું છે. રોડ રસ્તા નું ધોવાણ થતા તેની સીધી અસર અમદાવાદવાસીઓ પર પડી રહી છે. જ્યારે વિઝિબિલિટી ડાઉન થવાના કારણે રસ્તા ઉપર ફોગીંગ જોવા મળતા અમદાવાદ વાહનચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details