ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરમાં 288 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી કરવામાં આવ્યા છે. ત્યારે, બોડકદેવ વિસ્તારના ગુરૂદ્વારા પાસેના વેસ્ટલેન્ડ પાર્કના 1000 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો
અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો

By

Published : Apr 8, 2021, 9:06 AM IST

  • માઇક્રો કન્ટેન્ટ મેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરોયો
  • 288 વિસ્તારો માઇક્રો કન્ટેન્ટમેન્ટમાં શામેલ કરાયા
  • અમદાવાદમાં કોરોનાનું ભયાનક સ્વરૂપ બની રહ્યું છે

અમદાવાદ:મણિનગર, ઘોડાસર, વટવા, જોધપુર, વેજલપુર, ખોખરા, નિકોલ, ગોતા, ઘાટલોડિયા, બોડકદેવ, ચાંદલોડિયા,વાસણા, સાબરમતી, વાડજ, સરસપુર અને ચાંદખેડાના 42 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરાયા આવ્યા છે. તો બીજી બાજુ, શહેરના માત્ર 12 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી દૂર કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો

આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિના માટે સાંજની OPD સેવા બંધ

અમદાવાદ શહેર ફરી ડેથસ્પૉટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ક્રિકેટ મેચના આયોજન બાદ શહેરમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 823 નવા કેસ અને 452 દર્દી સાજા થયા છે. જ્યારે, અમદાવાદ શહેરમાં 6 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,389 પર પહોંચ્યો છે.

અમદાવાદમાં કોરોના પ્રકોપ: શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ધરખમ વધારો કરાયો

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો

કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગે જો વાત કરીએ તો, 7 એપ્રિલે રાજ્યમાં કુલ 18,684 એક્ટિવ કેસ છે. જેમાંથી 175 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તો 18,509 દર્દીઓની હાલત સ્થિર છે. મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,05,149 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે, તો 4,620 દર્દીઓના કોરોનાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોની વાત કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 804, સુરતમાં 621, વડોદરામાં 351, રાજકોટમાં 395 કેસ પોઝિટિવ નોંધાયા છે.

આ પણ વાંચો:રાજ્યમાં કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરાવવા DGPએ આદેશ કર્યો

રસીકરણથી કોઈપણ લોકોને આડઅસર જોવા મળી નથી

રાજ્યમાં કોરોના વેક્સિનેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ ડોઝમાં અત્યાર સુધીમાં 71,86,613 વ્યક્તિઓને અને બીજા ડોઝ અંતર્ગત 8,74,677 વ્યક્તિઓને રસીકરણ પૂર્ણ કરી દેવાયું છે. 60 વર્ષ અને 45 વર્ષથી ઉપરના કુલ 1,48,111 લોકોને પ્રથમ ડોઝનું અને 20,656 લોકોને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોઈપણ વ્યક્તિને ગંભીર આડઅસર જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details