- રાજ્યમાં મ્યુકોરમાયકોસિસનું વધ્યું પ્રમાણ
- ડાયાબિટીસના દર્દીઓને કોરોના બાદ સંક્રમણ લાગવાની શક્યતા છે વધુ
- દર્દીઓને આપવામાં આવતા ઇન્જેકશનમાં પણ નોંધાઇ રહ્યો છે ઘટાડો
અમદાવાદ:રાજ્યમાં કોરોનાના કેસની સાથે-સાથે મ્યુકોરમાયકોસિસનું પણ પ્રમાણ વધી રહ્યું છે. જે દર્દીઓને ડાયાબિટીસ હોય છે અને કોરોનાનું સંક્રમણ લાગે છે. તેવા સંજોગોમાં કોરોનાના દર્દીઓને મ્યુકોરમાયકોસિસિનું સંક્રમણ લાગવાની શક્યતા છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાની સાથે-સાથે મ્યુકોરમાયકોસિસના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો છે.
આ પણ વાંચો:કોરોના અંગે ગુજરાત હાઇકોર્ટનો 43 પાનાનો હુકમ: રાત્રિ કરફ્યૂ પૂરતો નહિ, સરકાર કડક પગલાં લે
દવાઓમાં પણ વર્તાઇ રહી છે ઘટ
મ્યુકોરમાયકોસિસના દર્દીઓને આપવામાં આવતા ઇન્જેક્શનની ઘટ વર્તાઇ રહી છે. કોરોનાની મહામારીમાંથી રિક્વર થતા દર્દીઓમાં પ્રમાણ વધી રહ્યું છે. જેને લઇને દવાઓ પણ હાલ માર્કેટમાં મળતી નથી. દર્દીને રોજના 6 ઇન્જેકશન આપવાની જરૂરીયાત હોઇ છે અને જ્યાં સુધી ઇન્ફેકશન ન દુર થાય ત્યાં સુધી ઇન્જેક્શન આપવા પડે છે તો ડોક્ટરો દ્વારા એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આવી રીતે ઇન્જેક્શન અને દવાઓની ઘટ વર્તાશે, તો કાળાબજારી પણ થવાની શક્યતા છે.