અમદાવાદઅમદાવાદ: શહેરમાં વરસાદમાંથી રાહત મળી છે. પરંતુ શહેરમાં રોગચાળો ઓછું થવાનું નામ ન લેતો હોય તેવા દ્રશ્યો ( Increase in mosquito borne disease in Ahmedabad ) સામે આવી રહ્યા છે. શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ઝાડા ઉલ્ટીના કેસની સાથેસાથે સ્વાઈન ફલૂના કેસ સામે આવી રહ્યા છે. જે અમદાવાદ કોર્પોરેશન આરોગ્ય વિભાગ ( Ahmedabad Corporation Health Department ) માટે ચિંતા વિષય બન્યો છે.
15 દિવસમાં 470 કેસ માત્ર ડેન્ગ્યૂનાશહેરમાં વરસાદ બાદ મચ્છર ઉપદ્રવ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના પગલે મચ્છરજન્ય રોગનું પ્રમાણ ( Increase in mosquito borne disease in Ahmedabad ) મોટી સંખ્યામાં જોવા મળી રહ્યું છે. શહેરમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યૂના 470 કેસ ( 470 cases of dengue in September )નોંધાયા છે. આ ઉપરાંત અન્ય મચ્છરજન્ય રોગની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 135 કેસ, ઝેરી મેંલેરિયાના 13 કેસ, ચિકનગુનિયા 28 કેસ સામે આવ્યા છે. જેના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા 15 દિવસમાં 33125 જેટલા લોહીના સેમ્પલ લેવામાં આવ્યા છે. જ્યારે ડેન્ગ્યૂ માટે સિરમના 3163 સેમ્પલ લેવામાં આવ્યા છે.