- અમદાવાદમાં માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો
- શહેરમાં 41 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં
- કોરોનાના કેસ વધતા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં વધારો
અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણી પૂર્ણ થતાં અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. શહેરમાં 41 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન અમલમાં છે. શહેરમાં કુલ 42 મકાનમાં 200થી વધુ લોકોને કન્ટેઈન્મેન્ટમાં રાખવામાં આવ્યા છે. નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પેોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આવતીકાલ સોમવારથી સઘન અને ઘનિષ્ઠ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવાશે.
આ પણ વાંચોઃ કોરોનાની ત્રીજી લહેરમાં ફરી કેસમાં ઉછાળો