- ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન શરૂ
- પોલીસકર્મીઓ ગ્રેડ પે મુદ્દે કરી રહ્યા છે વિરોધ
- નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ શરૂ કર્યું આંદોલન
અમદાવાદ: રાજ્યમાં અત્યારે ગુજરાત પોલીસ (Gujarat Police) ગ્રેડ પે (Grade Pay) વધારવાની માંગણી સાથે વિરોધ કરી રહી છે. સોશિયલ મીડિયા પર પોલીસકર્મચારીઓ (Policemen) નો વિરોધ જોઇ શકાય છે. ત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન (Navrangpura Police Station)માં ફરજ બજાવતાં નીલમબેને ચાલું નોકરીએ અન્નજળનો ત્યાગ કર્યો હતો. ગુજરાત પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.
પોલીસકર્મી હાર્દિક પંડ્યાના વિધાનસભા ખાતે ધરણા
સોશિયલ મીડિયા ઉપરાંત હવે પોલીસ કર્મીઓ જાહેરમાં આવીને ગ્રેડ વધારવાની માંગણી કરી રહ્યા છે. બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હાર્દિક પંડ્યા વિધાનસભા ખાતે ધરણા પર બેઠા હતા, જ્યારે આજે અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી નીલમબેન પણ ધરણા પર બેઠા છે.
જ્યાં સુધી ગ્રેડ પેનો ચુકાદો ન આવે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ - નીલમબેન