ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, કુલ 954 નવા કેસ નોંધાયા 2 દર્દીના મોત - અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોના વકર્યો

છેલ્લા ઘણા દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આજે પણ રાજ્યમાં કુલ 954 કોરોના નવા કેસ નોંધાયા છે તો અમદાવાદમાં કોરોના ના કારણે 2 દર્દી ના મોત થયું છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, કુલ 954 નવા કેસ નોંધાયા 2 દર્દીના મોત
રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો, કુલ 954 નવા કેસ નોંધાયા 2 દર્દીના મોત

By

Published : Mar 16, 2021, 10:59 PM IST

  • રાજ્યમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો
  • કોરનોના કારણે આજે રાજ્યમાં બે ના મોત
  • અમદાવાદ સહિત રાજ્યમાં ફરી કોરોના વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે રાજ્યમાં 954 કેસ કોરોના નોંધાયા છે. જ્યારે 703 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 96.65 ટકા નોંધાયો છે, જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે બે દર્દીઓના મોત થયા છે.

રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અંતર્ગત રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 4,966 પોઝિટિવ કેસ છે. જેમાંથી 58 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 4,908 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,70,958 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 4,427દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ સુરતમાં 263 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં 241 વડોદરામાં 92 રાજકોટમાં 80 કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો તેને લઈને આવતીકાલે વડાપ્રધાન સાથે તે મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે.

રાજ્યમાં વેક્સિનેશન પ્રક્રિયા

રાજ્યમાં વેક્સિનેશનની વિગતો જે પ્રમાણે છે. તે અંતર્ગત પ્રથમ ડોઝમાં 22,15,992 વધુ અને બીજા ડોઝમાં 5,42,981 લોકોનું વેક્સિનેશન કરી દેવામાં આવ્યું છે. તો અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના કારણે એકપણ વ્યક્તિને આડઅસર થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details