ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદીઓને રાહત: શબવાહિની અને એમ્બ્યુલન્સ માટે આવતા કોલમાં થયો ઘટાડો - અમદાવાદ ફાયર વિભાગ

અમદાવાદમાં કોરોનાનો બીજો તબક્કો શરુ થતાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીઓ માટે વેઇટિંગ ચાલતું હતું. આ વેઇટીંગ પણ 8થી 24 કલાક જેટલું રહેતું હતું. ત્યારે, હાલ કેસની સંખ્યમાં ઘટાડો થતા શબવાહિનીઓ અને એમ્બ્યુલન્સને આવતા કોલમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

શબવાહિની અને એમ્બ્યુલન્સ માટે આવતા કોલમાં થયો ઘટાડો
શબવાહિની અને એમ્બ્યુલન્સ માટે આવતા કોલમાં થયો ઘટાડો

By

Published : May 27, 2021, 8:22 PM IST

  • એક મહિનામાં ફાયરની શબવાહિનીઓનું વેઇટિંગ બંધ થયું
  • એક મહિના પહેલા આવતા 180 કોલની સામે હવે માત્ર 60 કોલ
  • હાલ જેટલા જ કોલ કોરોના પહેલા પણ આવી રહ્યા હતા

અમદાવાદ:શહેરમાં એક મહિના પહેલાં જયારે શબવાહિનીઓના વેઇટિંગ માટે અમદાવાદ મનપાના ફાયર વિભાગમાં કેટલા કોલ આવે છે તેને લઇને આંકડાકીય માહિતી સાથેના ETV Bharat એ સમાચાર પ્રસ્તુત કર્યા હતા. જોકે, એક મહિના બાદ ગુજરાતમાં આંશિક લોકડાઉન રહ્યુ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, માત્ર ડેરી, પ્રોવિઝન સ્ટોર્સ અને મેડિકલ જ ચાલુ રાખવામાં આવી હતી. આ ઉપરાંત, એપ્રિલ અને મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ફાયર વિભાગને શબવાહિની માટે આવતા કોલનો જ્યારે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે હાલ ગત મહિનાના ત્રીજા ભાગનાં કોલ આવી રહ્યા છે.

આ પણ વાંચો:ગાંધીનગરમાં 108 એમ્બ્યુલન્સ માટે દિવસમાં આવી રહ્યા છે 80થી વધુ કોલ

એપ્રિલ અને મે મહિનામાં ફાયર વિભાગમાં શબવાહિની માટે આવેલા કોલ

  • એપ્રિલ 2021માં આવેલા કોલ
ક્રમ તારીખ કોલની સંખ્યા
1 21 181
2 22 188
3 23 187
4 24 181
5 25 172
6 26 175
7 27 184
કુલ - 1,268
  • મે મહિનામાં આવેલા કોલ
ક્રમ તારીખ કોલની સંખ્યા
1 21 56
2 22 62
3 23 59
4 24 64
5 25 61
6 26 56
7 27 66
કુલ - 424

આ પણ વાંચો:ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા

હાલ જેટલા જ કોલ કોરોના પહેલા પણ આવી રહ્યા હતા

આમ, એપ્રિલ અને મે મહિનાના અંતિમ અઠવાડિયામાં શબવાહિનીએ ભરેલી વર્ધીઓના આંકડાનો અભ્યાસ કરવામાં આવે તો કહી શકાય કે ગત મહિના કરતા હાલ સાબવાહિનીઓ માટેના આવતા કોલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ ઘટાડો અંદાજે 70 ટકા જેટલો આંકવામાં આવ્યો છે. અહીં એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે, હાલ જેટલા કોલ શબવાહિનીઓ માટે અમદાવાદ ફાયર વિભાગને આવી રહ્યા છે. અંદાજે એટલા જ કોલ કોરોના પહેલા પણ આવી રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details