ગુજરાત

gujarat

ETV Bharat / city

આવકવેરા વિભાગના કર્મચારીઓએ કર્યું અડધા દિવસનું વોકઆઉટ - incomrtax department ahmedabad

અમદાવાદ આવકવેરા વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા અડધા દિવસનું વોકઆઉટ કરી કાળી પટ્ટી બાંધી સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓ અને પ્રશ્નોને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી આવકવેરા વિભાગના કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઇપણ જાતનો ઉકેલ નહિ આવતાં હવે આંદોલન પર ઊતરી આવ્યા હતા.

અમદાવાદ
અમદાવાદ

By

Published : Feb 26, 2021, 3:09 PM IST

  • સરકારી કર્મચારીઓ સરકાર સામે વિરોધમાં ઉતર્યા
  • કર્મચારીઓ વિરોધ કરી ભરતી કરવાની માગ કરી રહ્યા છે
  • બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવા બદલ વિરોધ

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં આવકવેરા વિભાગના કર્મચારીઓએ શુક્રવારે પોતાના વિવિધ પ્રશ્નો અને માંગણીઓને લઇને અડધા દિવસનું વોકઆઉટ કરી સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. ઇન્કમટેક્સ એમ્પ્લોઇઝ ફેડરેશન ગુજરાત સરકાર દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઇને સરકારમાં રજૂઆત કરવા આવી હતી.

આવકવેરા વિભાગના કર્મચારીઓએ કર્યું વોકઆઉટ

છેલ્લા બે વર્ષથી કરવામાં આવતી હતી માંગણીઓ

અમદાવાદ આવકવેરા વિભાગ વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા અડધા દિવસનું વોકઆઉટ કરવામાં આવ્યું અને છેલ્લા બે વર્ષથી કરવામાં આવતી માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી હતી. આવકવેરા વિભાગમાં સરકાર ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી રહી છે. જેને લઇને કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે અને સરકારી ભરતી કરવાની માગ કરી રહ્યા છે. આ સાથે વર્ગ-3ના કર્મચારીઓને પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરતા સરકારના આ નિર્ણયનો પણ વિરોધ કરી રહ્યા છે.

ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી રજૂઆત

આવક વેરા વિભાગના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈપણ જાતનો ઉકેલ આવ્યો નથી. જેને લઇને છેવટે હવે આગામી સમયમાં કર્મચારીઓ હડતાલ પર પણ ઊતરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details