ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ઈન્કમ ટેક્ષના દરોડા, બેનામી સંપત્તિ અંગે સર્ચ ઓપરેશન શરૂ - પોપ્યુલર ગ્રુપ

અમદાવાદમાં છ-સાત મહિના બાદ આવકવેકાના દરોડા પડ્યા છે. જાણીતા બિલ્ડર ગ્રુપ પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને તેમના નિવાસસ્થાન સહિત કુલ 25 સ્થળોએ આવકવેરાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ઈન્કમ ટેક્ષના દરોડા, બેનામી સંપત્તિ અંગે સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદ

By

Published : Oct 8, 2020, 11:28 AM IST

Updated : Oct 8, 2020, 1:34 PM IST

અમદાવાદ: તાજેતરમાં પુત્રવધુને મારઝુડ અને દહેજ મામલે પોલીસ ફરિયાદ થઈ હતી કે, પોપ્યુલર ગ્રુપના રમણભાઈ પટેલને ત્યાં આવકવેરાના દરોડા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. આવકવેરાની મોટી ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અમદાવાદમાં બિલ્ડર લોબીમાં પોપ્યુલર ગ્રુપનું નામ મોટું છે. તેઓએ આવક અને સંપત્તિ ઓછી દર્શાવી હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર ગ્રુપમાં ઈન્કમ ટેક્ષના દરોડા, બેનામી સંપત્તિ અંગે સર્ચ ઓપરેશન શરૂ
  • અમદાવાદમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન
  • જાણીતા પોપ્યુલર ગ્રુપ પર ઈન્કમટેક્સનું સર્ચ ઓપરેશન
  • આશરે બે ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી
  • દશરથ પટેલ વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં દરોડા
  • પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ આવ્યું હતું વિવાદોમાં
  • અમદાવાદમાં મોટા બિલ્ડર તરીકે નામ છે પોપ્યુલર ગ્રુપનું
  • લાંબા સમય બાદ આવકવેરા ખાતાનું ઓપરેશન
  • સવારે આઠ વાગ્યાથી પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ
Last Updated : Oct 8, 2020, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details