ગુજરાત

gujarat

ETV Bharat / city

IT RAID: અમદાવાદમાં બી સફલ અને અન્ય 22 સ્થળોએ ઇન્કમટેક્સના દરોડા

અમદાવાદ શહેરમાં મંગળવારે ઈન્કમટેક્સ વિભાગે બી સફલ ઉપર દરોડા પાડ્યા હતા. આ સાથે નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ તથા અગ્રવાલ જૂથની કંપની ધરાવતા સંજય અગ્રવાલ અને ચીમન અગ્રવાલને ત્યાં પણ આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા. આમ કુલ 22 સ્થળો ઉપર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા.

Income tax raids in Ahmedabad
Income tax raids in Ahmedabad

By

Published : Sep 28, 2021, 6:25 PM IST

  • ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન
  • શહેરના બે મોટા બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડા
  • બી સફલને ત્યાં ઇન્કમટેક્સની તવાઈ

અમદાવાદ: શહેરમાં બે મોટા માથા કહેવાતા બિલ્ડર અને જાણીતા બ્રોકરને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, ઇન્કમટેક્સ વિભાગે હાલ અહીં દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. નામાંકિત બિલ્ડર રાજેશ બ્રહ્મભટ્ટ અને અગ્રવાલ જૂથને ત્યાં હાલમાં IT અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. આ સાથે સ્વાતિ ગ્રુપવાળા અશોક અગ્રવાલને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે. આમ મંગળવારે ઇન્કમટેક્ષ વિભાગે સુપર ઓપરેશનની કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશઃ બસપા સાંસદ મલૂક નાગર સામે ઈન્કમટેક્સ વિભાગના દરોડા

અગાઉ પણ જાણીતા મીડિયા હાઉસમાં ધામા નાખ્યા હતા

અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઈન્કમટેક્સ વિભાગે જાણીતા મીડિયા હાઉસ અને અન્ય સ્થળો ઉપર રામા બોલાવ્યા હતા. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ જાણીતા મીડિયા ગ્રુપના પ્રોપરાઇટર તેમજ જાણીતા બ્રોકર નાગર અને ઓફિસો ઉપર દરોડા પાડ્યા હતા. જેમા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ડાયરીઓ, હિસાબી દસ્તાવેજો તેમજ કોમ્પ્યુટર, લેપટોપ, પેન ડ્રાઈવ વગેરે કબજે કર્યા હતા.

આ પણ વાંચો: સરકારને ડાયરેક્ટ ટેક્સમાંથી 6 લાખ કરોડનો નફો

  • આ સિવાય 10 સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં આવકવેરા વિભાગે લેન્ડ ડીલરોને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં અમદાવાદનું અગ્રણી મીડિયા હાઉસ અને રિયલ એસ્ટેટ સેકટરમાં કામ કરતાં ગ્રુપને ત્યાંથી સર્ચ દરમિયાન રૂપિયા 1 હજાર કરોડની બીનહિસાબી લેવડદેવડ થઈ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ હતી.
  • અમદાવાદ શહેરમાં આવકવેરા વિભાગ દ્વારા ઘણાં લાંબા સમય બાદ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 8 સપ્ટેમ્બરે શહેરના 6 મોટા લેન્ડ ડિલર્સના ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નામાંકિત ડિલર્સ અને ઈસ્કોન ગ્રુપ સહિત લેન્ડ ડિલર્સના ઠેકાણે આવકવેરા વિભાગે તબાહી બોલાવી હતી. કુલ 24 થી વધુ જગ્યાઓ પર IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details