અમદાવાદ:છેતરપિંડીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. અલગ-અલગ નામે અને અલગ-અલગ કારણો બતાવો રૂપિયા પડાવતી ટોળકીઓ સક્રિય બની છે. ત્યારે અમદાવાદમાં (Incident of fraud in Ahmedabad) એક ત્રિપુટીએ 12 લાખ રૂપિયાની છેતરપિંડી કરતા નિકોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરાર ત્રણ આરોપીઓની (Police are investigating absconding accused) કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં લેબોરેટરી ખોલવાના બહાને છેતરપિંડી, ડોકટરોએ કરી ચિટિંગ 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
આ ત્રણેય આરોપીઓના ફોટા ધ્યાનથી જુઓ, જેમના નામ નરેશ વાવડીયા, ઘનશ્યામ ગેડીયા અને ભાવિક કાનપરીયા છે. જે ત્રણેય સાથે મળી લેબોરેટરીના સંચાલક પાસેથી 12 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. હોસ્પિટલમાં લેબોરેટરી ખોલવાના બહાને 12 લાખ પડાવ્યા હતા. હોસ્પિટલમાં લેબોરેટરી શરૂ ન કરી અને છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચો:Government Housing Scheme: અમદાવાદમાં કોર્પોરેશનના નકલી અધિકારી બની આવાસ યોજનાના નામે લોકો સાથે કરી છેતરપિંડી
પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ફરિયાદીની ફરિયાદ પણ નજર કરીએ તો નિકોલ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આરોપી નરેશ સાથે ફરિયાદીની મુલાકાત થઇ હતી. ત્યારબાદ ડોક્ટર ભાવિક કાનપરિયા અને ઘનશ્યામ સાથે મુલાકાત કરાવી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. જોકે ફરિયાદીએ રૂપિયા પરત માંગતા આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:મહિલા ક્રિકેટરે યુવાનો પાસે પડાવ્યાં લાખો રૂપિયા ને પછી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, જાણો સમગ્ર મામલો
તપાસ હાથ ધરતા આરોપીઓએ આગોતરા જામીન અરજી મૂકી
પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરતા આરોપીઓએ આગોતરા જામીન અરજી મૂકી હતી. જેથી એક અઠવાડિયા માટે આરોપીઓની ધરપકડ પર તે આપવામાં આવ્યો છે. જોકે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે પૂરતા પુરાવા એકઠા કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે જોવાનું એ રહ્યું કે, આરોપીની ધરપકડ બાદ શું ખુલાસા થાય છે.