ગુજરાત

gujarat

ETV Bharat / city

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી, જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણના સેવાયજ્ઞનો આરંભ - સ્વ.નાનકભાઈ મેઘાણી

મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી (28 ઑગસ્ટ 2020) નિમિત્તે આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે.

National Shire Zaverchand Meghani
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી

By

Published : Aug 2, 2020, 1:55 PM IST

Updated : Aug 2, 2020, 2:08 PM IST

અમદાવાદઃ મહાત્મા ગાંધીએ જેમને 'રાષ્ટ્રીય શાયર'ના ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી (28 ઑગસ્ટ 2020) નિમિત્તે આર્થિક-સામાજિક વંચિત, જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણનો સેવાયજ્ઞ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી

  • ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
  • ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આ સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો હતો
  • વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાની શૌર્યભૂમિ સુદામડા ખાતે કીટ વિતરણ
  • ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો, ત્યાં પણ કીટનું વિતરણ
  • ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે પણ કીટ વિતરણ
  • ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણ
  • કર્મભૂમિ રાણપુર સ્થિત ઐતિહાસિક 'સૌરાષ્ટ્ર' 'ફૂલછાબ' પ્રેસ અને એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે કીટનું વિતરણ

જરૂરિયાતમંદ વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ–વિકલાંગને એક કીટમાં રૂપિયા 2500ની ઉત્તમ ગુણવત્તાની 40 કિલો જેટલી સામગ્રી ઘઉં, ચોખા, તુવેર દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, સાબુ, વોશિંગ પાવડર, બટેટા વગેરે આપવામાં આવે છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મ સ્થળ
પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન આ સામગ્રી વેળાસર કામ લાગે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને પિનાકી મેઘાણીના પિતા સ્વ.નાનકભાઈ મેઘાણીની છઠી પુણ્યતિથિ નિમિત્તે ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળ ખાતે આ સેવાયજ્ઞનો આરંભ કરવામાં આવ્યો છે.
124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
વાલ્મીકિ સમાજમાંથી આવતા કોરોના વોરીયર, સફાઈ કામદાર ભાઈઓ-બહેનોના પરિવારને સહુપ્રથમ આ કીટ આપવામાં આવી હતી.આ અવસરે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી સાથે શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના જગદીશગિરીબાપુ ગોસાઈ (ડુંગર પરિવાર), કિરીટસિંહ રહેવર , મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિતિ રહ્યા હતા.
124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ ખાતે પણ બોટાદ જિલ્લાના સેવાભાવી અને સાહિત્ય-સંસ્કૃતિ, શિક્ષણ, પ્રેમી પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના વરદ્‌ હસ્તે કીટ વિતરણ સેવાયજ્ઞનો આરંભ કરાયો હતો.
124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
કર્મભૂમિ રાણપુર સ્થિત તે વખતના ઐતિહાસિક 'સૌરાષ્ટ્ર' 'ફૂલછાબ' પ્રેસ અને હાલની એ.ડી.શેઠ હોસ્પીટલ ખાતે કીટનું વિતરણ કરામાં આવ્યું હતું. અહિ જતનપૂર્વક જળવાયેલા લીંબડાની નીચે બેસીને ઝવેરચંદ મેઘાણી લેખન કાર્ય કરતા હતા.
124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણ
વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાની શૌર્યભૂમિ સુદામડા (તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર) ખાતે કીટ ભેટ અપાઈ હતી. ઝવેરચંદ મેઘાણી કૃત 'સૌરાષ્ટ્રની રસધાર'ના ત્રીજા ભાગમાં 'કાનિયો ઝાંપડો' કથામાં પોતાના ગામ સુદામડાને બચાવવા જતા પ્રાણની આહૂતિ આપનાર વાલ્મીકિ સમાજના ઢોલી વીર કાનિયા ઝાંપડાના શૌર્ય અને સ્વાર્પણની ગૌરવગાથા આલેખાયેલી છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124મી જન્મજયંતી નિમિત્તે વંચિત-જરૂરિયાતમંદ પરિવારને કીટ વિતરણના સેવાયજ્ઞનો આરંભ

બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ સ્થિત તે સમયની ઐતિહાસિક તાલુકા શાળા અને હાલની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા, જ્યાંથી 1901માં ઝવેરચંદ મેઘાણીએ શાળા શિક્ષણનો આરંભ કર્યો હતો ત્યં પણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં ચોટીલા, બોટાદ, રાણપુર, ધંધુકા, રાજકોટ, અમરેલી, જૂનાગઢ જેવાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ સ્મૃતિ-સ્થળોએ કીટ વિતરણનો સેવાયજ્ઞ શરૂ કરાયો છે.

-અમદાવાદથી આશિષ પંચાલનો વિશેષ અહેવાલ

Last Updated : Aug 2, 2020, 2:08 PM IST

ABOUT THE AUTHOR

...view details