ગુજરાત

gujarat

ETV Bharat / city

Inadequate Power Supply Gujarat: ગુજરાતના ખેડૂતોને AAPની હાકલ, 12 કલાક વીજળી ન આપવામાં તો વીજળી બિલ ન ભરો

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગણી કરી છે. સાથે જ કહ્યું છે કે જો 12 કલાક વીજળી આપવામાં ન આવે (Inadequate Power Supply Gujarat) ખેડૂતો વીજળીનું બિલ ન આપે. ગુજરાતમાં ખેડૂતોને સરકાર 8 કલાક વીજળી આપવાની જગ્યાએ 6 કલાક વીજળી આપી રહી છે અને તેમાં પણ કાપ મુકી રહી છે.

ગુજરાતના ખેડૂતોને AAPની હાકલ, 12 કલાક વીજળી ન આપવામાં તો વીજળી બિલ ન ભરો
ગુજરાતના ખેડૂતોને AAPની હાકલ, 12 કલાક વીજળી ન આપવામાં તો વીજળી બિલ ન ભરો

By

Published : Mar 29, 2022, 4:11 PM IST

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે તમામ પાર્ટી જનતાને પોતાની તરફ આકર્ષવા મહેનત કરી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને વીજળી (Inadequate Power Supply Gujarat) અને વનરક્ષક પેપર (forest department examination gujarat)ને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેમાં ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આવે તેવી માંગણી.

ગુજરાત સરકારે 8 કલાક વીજળી ઘટાડી 6 કલાક કરી નાંખી- આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતો શિયાળુ પાક બાદ હવે ઉનાળુ પાક (Summer crops Gujarat)ની તૈયારી કરી રહ્યા છે. ત્યારે સરકાર 8 કલાક વીજળી આપવાને બદલે 6 કલાક જ વીજળી (Power Supply For Agriculture In Gujarat) આપી રહે છે. એમાં પણ કાપ મુકવામાં આવે છે. જેના કારણે ખેડૂતને વીજળી સમયસર મળી શકતી નથી.

ખેડૂતોને વીજળી બિલ ન ભરવા વિનંતી- વીજળી કંપની પર પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, 2003થી વીજળી આપવામાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીએ કહ્યું કે, જ્યાં સુધી વીજળી (Power Supply In Gujarat) 12 કલાક સુધી ન આપવામાં આવે ત્યાં સુધી વીજળી બિલ કોઈ ખેડૂતે ભરવું નહીં તેવી અપીલ કરવામાં આવી હતી અને જો કોઈ કંપની તેનું વીજ જોડાણ કાપી નાંખશે તો તે કંપની વિરૂદ્ધ આમ આદમી પાર્ટી લડશે.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે

ભાજપ સરકાર પાસે પરીક્ષા લેવાની તાકાત નથી-ઈશુદાન ગઢવીએ વનરક્ષક ભરતીનું પેપર ફૂટવા (forest department exam paper leak)ને લઈને સરકાર પર પ્રહાર કર્યા હતા કે, ભાજપ સરકાર પાસે પરીક્ષા લેવાની તાકાત નથી. જો તમે યોગ્ય રીતે પરીક્ષા ન લઈ શકતા હોય તો અમને સોંપી દો. અમે તમને ખાતરી આપીશું કે એક પણ પેપર લીક નહીં થાય.

યુવા નેતા યુવરાજસિંહે પેપર ફૂટ્યાના પુરાવા આપ્યા- યુવા નેતા યુવરાજસિંહે વનરક્ષકની ભરતીમાં પેપર ફૂટ્યાના 20 શાળાના અલગ અલગ પુરાવા આપ્યા તેમ છતાં પણ સરકાર માનવા તૈયાર નથી. સાથે સાથે ભાજપ સરકારે તેમના પ્રવક્તાને યુવરાજસિંહ જોડે ડિબેટ કરવાની પણ મનાઈ કરી છે.

આ પણ વાંચો:Congress Walkout From Gujarat Assembly: પેપરકાંડ મુદ્દે કોંગ્રેસનું વોક આઉટ, અમિત ચાવડાએ CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ સરકાર પર કર્યા પ્રહાર

અગાઉ પણ વનરક્ષક પેપર ફૂટ્યું હતું-ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ વનરક્ષક ભરતીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી. ત્યારે પણ સરકાર દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી હતી અને હવે ફરીવાર પરીક્ષા લેવામાં આવી અને ફરી પેપર ફૂટવાની ઘટના બની હોઇ ક્યારે પરીક્ષા લેવામાં આવશે તે નક્કી નથી.

પેપર નથી ફૂટ્યા રાજ્યના યુવાનોની કિસ્મત ફૂટી છે- આપ નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના સામાન્ય છે. અગાઉ પણ 11 પેપર ફૂટ્યા હતા. વનરક્ષક ભરતીનું પેપર ફૂટ્યું નથી પણ રાજ્યના હજારો યુવાનોની કિસ્મત ફૂટી છે.

ABOUT THE AUTHOR

...view details