ગુજરાત

gujarat

ETV Bharat / city

'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે મેરેથોન બેઠક

ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય (Gujarat Pradesh Congress Office) ખાતે આજે (ગુરુવારે) કૉંગ્રેસની ચૂંટણીલક્ષી મહત્વની બેઠક (Congress Marathon Meeting) યોજાશે. ગુજરાત કૉંગ્રેસ આજે પોતાના હાઈકમાન્ડ (Congress High Command) દ્વારા વિધાનસભા બેઠકદીઠ અને લોકસભા બેઠકદીઠ નિમણૂક થયેલા સિનિયર નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.

'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે યોજાશે મેરેથોન બેઠક
'અબકી બાર 125 કે પાર' સાથે કૉંગ્રેસ ઉતરશે ચૂંટણીના મેદાનમાં, આજે યોજાશે મેરેથોન બેઠક

By

Published : Aug 4, 2022, 9:00 AM IST

Updated : Aug 4, 2022, 1:07 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ તમામ પક્ષ હાલ એડીચોટીનું જોર લગાવી રહી છે. તેને લઈ કૉંગ્રેસે પણ મેરેથોન બેઠકો (Gujarat Congress Marathon Meeting) શરૂ કરી છે. આજે ગુજરાત કૉંગ્રેસ પોતાના હાઇકમાન્ડ (Congress High Command) દ્વારા વિધાનસભા બેઠકદીઠ અને લોકસભા બેઠકદીઠ નિમણૂંક થયેલા સિનિયર નેતાઓ સાથે ચૂંટણીલક્ષી ચર્ચા કરશે. જોકે, આજની બેઠકમાં જેમને ગુજરાત કૉંગ્રેસની કમાન સોંપવામાં આવી છે તેવા અશોક ગેહલોતની ગેરહાજરી (Ashok Gehlot to absent in Congress Meeting) ખૂબ જ સૂચક માનવામાં આવી છે.

સિનિયર પ્રધાનો રહેશે ઉપસ્થિત

ગેહલોતને ફરી સોંપાઈ જવાબદારી - વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) દરમિયાન રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાતના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ હતા, જેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ 77 બેઠકો જીતી હતી. ત્યારે આ વર્ષના અંત સુધીમાં ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી યોજાવાની (Gujarat Congress Preperation for Election) હોવાથી કૉંગ્રેસે ફરી એક વાર રાજસ્થાનના મુખ્યપ્રધાનને ચૂંટણીની કમાન સોંપી છે. તેને લઈ હવે આજે (ગુરુવારે) મેરેથોન બેઠકનું આયોજન (Congress Marathon Meeting) કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓની અટકાયત

સિનિયર પ્રધાનો રહેશે ઉપસ્થિત - આ મેરેથોન બેઠકમાં ટી. એસ. સિંહ દેવ સાથે છત્તીસગઢ કૉંગ્રેસના નેતા મિલિંદ દેવરા (Chhattisgarh Congress leader Milind Deora) પણ ઉપસ્થિત રહેશે. આ ત્રણેય નેતાઓ 26 જેટલા નિરીક્ષકોને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાશે. બીજી તરફ પ્રાથમિક પરિચય બાદ ત્રણેય નેતોએ ગ્રાસરૂટ પર કેવી રીતે કામ કરવું, લોકોને પડતી સમસ્યાઓ, ચૂંટણીલક્ષી (Gujarat Congress Preperation for Election) સમીકરણો, વોટનું માર્જિન અને અન્ય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં (Congress Marathon Meeting) રાજસ્થાન અને છત્તીસગઢના સિનિયર પ્રધાનો અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના પૂર્વ પ્રધાનો પણ હાજર રહેશે, જે તમામ સભ્યો રાત સુધી ગુજરાત આવી જાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.

આ બેઠક મહત્વની માનવામાં આવે છે -ગુજરાત કૉંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) 125 બેઠકો પર જીત સાથેના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે. જેના માટે આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આ છત્તીસગઢ સરકારના સિનિયર પ્રધાનો અને ગુજરાતના ઓબ્ઝર્વર ટી.એસ. સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન મિલિંદ દેવરાના (Chhattisgarh Congress leader Milind Deora) માર્ગદર્શન હેઠળ યોજાશે. આમાં કૉંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો-PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન

નિરીક્ષકો પણ રહેશે હાજર -આગામી 2024 લોકસભા બેઠકદીઠ AICC ઓબ્ઝર્વર અને સ્થાનિક કક્ષાએ PCCના 2 નિરીક્ષકો પણ બેઠકમાં ઉપસ્થિત રહેશે. તો ગુજરાતના સિનિયર નેતાઓ જેમને 26 લોકસભાના નિરીક્ષકો તરીકે જવાબદારી સોંપાઈ છે. બીજી તરફ AICCએ નિમેલા 26 નિરીક્ષકો રાજસ્થાન અને છત્તીસગઢ સરકારના પ્રધાનો અને પૂર્વ પ્રધાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે. કૉંગ્રેસ હાઈકમાન્ડે (Congress High Command) એક લોકસભાદીઠ 3 ઈન્ચાર્જની નિમણૂક, જેમાં AICC અને પ્રદેશ સ્તરના નેતાઓને રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ તમામ લોકસભાની જવાબદારી સોંપવામાં આવેલા મહામંત્રીઓ આ બેઠકમાં હાજર રહેશે.

કામગીરીની કરાશે સમીક્ષા - વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની રણનીતિ (Gujarat Assembly Election 2022) મુજબ કામગીરીની સમીક્ષા સાથે સંકલન મામલે બેઠકમાં ચર્ચા થશે. ગુજરાત કૉંગ્રેસ દ્વારા કરાયેલી (Gujarat Congress Preperation for Election) કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. તો ચૂંટણીમાં કયા મુદાઓ સાથે કૉંગ્રેસ (Gujarat Congress Marathon Meeting) ઉતરશે તે અંગે પણ ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકે છે.

Last Updated : Aug 4, 2022, 1:07 PM IST

ABOUT THE AUTHOR

...view details