ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: PAYTM KYCના નામે ગુજરાતમાં 236 લોકો ભોગ બન્યા, સૌથી વધુ સુરતમાં 152 - અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે PAYTMના KYCના નામે કૌભાંડ આચરનારા આરોપીઓની તપાસ તેજ કરી છે. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસાઓ સામે આવ્યા છે. જે મુજબ ગુજરાતમાં કુલ 236 લોકો ભોગ બન્યા છે. જેમાં સૌથી વધુ ફરિયાદ સુરતમાંથી સામે આવી છે.

ETV BHARAT
PAYTM KYCના નામે ગુજરાતમાં 236 લોકો ભોગ બન્યા, સૌથી વધુ સુરતમાં 152

By

Published : Aug 15, 2020, 1:35 AM IST

અમદાવાદ: 2 દિવસ અગાઉ સાયબર ક્રાઈમ 58 લાખ રોકડા સહિત અન્ય મુદ્દામાલ સાથે બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે, આરોપીઓએ ગુજરાતમાં 236 જેટલા લોકોને છેતર્યા છે અને જેમાં 150થી વધુ તો માત્ર સુરતના લોકો છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી આ ગેંગે 1 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે.

PAYTM KYCના નામે ગુજરાતમાં 236 લોકો ભોગ બન્યા, સૌથી વધુ સુરતમાં 152

સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની વધુ તપાસ શરૂ કરી છે અને ગુજરાત સહિત દેશના બીજા કેટલા લોકો સાથે આ લોકોએ છેતરપિંડી કરી છે તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની તપાસ માટે અલગ-અલગ બેન્કોને પત્ર લખ્યા છે અને આ સાથે જ આરોપી જે સીમ કાર્ડ વાપરતા હતા, તે કંપની પાસેથી પણ માહિતી માંગી છે.

સાયબર માફિયા ગેંગના આતો માત્ર 2 આરોપી છે, જેમને 2 વર્ષમાં કરોડોની છેતરપીંડીથી જાહોજલાલી ઉભી કરી છે. અહીંયા સવાલ એ ઉભો થાય છે કે, આ લોકોની ગેંગમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને આ લોકો કઈ રીતે ડેટા મેળવવાનું કામ કરતા હતા?

ABOUT THE AUTHOR

...view details