ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના હાઇપર માર્કેટમાં જરૂરી સમાન ખરીદવા લાઈનો લાગી - અમદાવાદ ન્યૂઝ

અમદાવાદમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટને કારણે મોલ્સ/ હાયપર માર્કેટ ખોલવામાં આવ્યા હતા. જેને કારણે હાઇપર માર્કેટમાં જરૂરી સમાન ખરીદવા લાઈનો લાગી હતી.

Dmart
Dmar

By

Published : May 21, 2020, 6:55 PM IST

અમદાવાદ: કોરોના વાઇરસને સંક્રમણને કારણે અપાયેલા લોકડાઉનમાં પહેલા તો જીવન જરૂરિયાત વસ્તુ સિવાય તમામ દુકાનો અને ઓફિસોને બંધ રાખવામાં આવી હતી. પરંતુ મોલ્સ/ હાયપર માર્કેટ દ્વારા કરિયાણું, શાકભાજી અને ફળો વેચવામાં આવી રહ્યા હતા.

ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નરના આદેશને પગલે શહેરમાં સુપર સ્પ્રેડર્સ બની રહેલા શાકભાજી અને કરિયાણાના દુકાનદારોને દસ દિવસ સુધી દુકાનો બંધ રાખવી પડી હતી.

Editlite
હવે જ્યારે લોકડાઉન-4માં ગુજરાત સરકારે છૂટછાટ આપી છે. ત્યારે આર્થિક સંકળામણ અનુભવી રહેલા મધ્યમ વર્ગના લોકો થોડી બચતના ઈરાદાથી મોલની બહાર ખરીદી કરવા લાઈનો લગાવી રહ્યા છે. કારણકે અત્યારે શોપિંગ મોલ્સ ખુલ્યા છે. જો કે ફક્ત જરૂરી વસ્તુઓ જ મોલ્સમાં મળે છે. જેમ કે રાશન,તૈયાર નાસ્તાના પેકેટ,શાકભાજી,ફળો વગેરે. જ્યારે વાસણ, કપડાં,ઇલેટ્રોનિક જેવી વસ્તુઓનું વેચાણ બંધ છે. ત્યારે મોલ્સ ગ્રાહકોને ટોકન આપે છે અને તે ટોકન પ્રમાણે ગ્રાહકે ત્યાં જઈને સામગ્રી લેવાની હોય છે. વળી મોલમાં પણ એક સમયે પાંચ ગ્રાહકોને જ એન્ટ્રી આપવામાં આવે છે. જેમાં સમયનો વેડફાટ ઘણો થાય છે.

તો બીજી તરફ ગરમીમાં મોલ બહાર ટોકન પ્રમાણે લાઈન લગાવવાની હોવાથી ગ્રાહકો પણ અકળામણ અનુભવે છે. તો સરકારની ગાઈડ લાઈન મુજબ શોપિંગ મોલમાં મર્યાદામાં જ સ્ટાફ રખાયો છે.

ABOUT THE AUTHOR

...view details