ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ : ચર્ચમાં ફક્ત પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરાઈ

દુનિયાભરમાં લોકો આજે કોરોના ગાઈડલાઈન્સ સાથે ક્રિસમસનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સહિત બાકીના દેશોમાં પણ ક્રિસમસની ધૂમ છે. મોટા ભાગના લોકો ક્રિસમસનો પર્વ ઘરે ઉજવી રહ્યા છે. મહામારી અને કોરોનાના નવા સ્ટ્રેનના ડરમાં દર વર્ષની જેમ ક્રિસમસની રોનક બજારોમાં જોવા મળી શકી નહીં, પરંતુ કોરોના કાળમાં પણ ક્રિસમસ માટે લોકોમાં ઉત્સાહ છે. દેશ-વિદેશના ઘણા ચર્ચને ક્રિસમસ તહેવાર પર બંધ રાખવામાં આવ્યા છે. પરંતુ લોકો ચર્ચની બહાર મોટી સંખ્યામાં આવીને ક્રિસમસનો પર્વ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવી રહ્યા છે.

ક્રિસમસ
ક્રિસમસ

By

Published : Dec 25, 2020, 7:58 PM IST

  • ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં ક્રિસમસની ઉજવણી કરી
  • માત્ર 200 લોકોની હાજરીમાં ચર્ચમાં કરાઈ પ્રાર્થના સભા
  • થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં પણ કોરોના બનશે ગ્રહણ

અમદાવાદઃ દર વર્ષે અમદાવાદ સહિત દેશભરના ચર્ચમાં ક્રિસમસની ધામધૂમથી ઉજવણીકરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તમામ તહેવારોને ગ્રહણ લાગી ગયું છે. સરકારે દરેક ઉજવણી કે પ્રસંગમાં 200 લોકોની સીમા નક્કી કરી દીધી છે. અમદાવાદના ચર્ચમાં પણ માત્ર પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ગુજરાત કોલેજ પાસે આવેલા CNI ચર્ચમાં પણ ખૂબ જ સાદગી પૂર્વક માત્ર 200 લોકોની હાજરીમાં નાતાલના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદના ચર્ચમાં ફક્ત પ્રાર્થના સભા કરી ક્રિસમસની ઉજવણી કરાઈ
કોરોના ગાઈડલાઈન સાથે ક્રિસમસની ઉજવણી

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ક્રિસમસની ઉજવણી થઈ હતી. ચર્ચમાં આવેલા તમામ લોકોએ માસ્ક, સેનિટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી ભગવાન ઈસુની પ્રાર્થના સભામાં હાજરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details