- કોવિશિલ્ડ અને કોવેક્સિન બન્ને રસીનો થયો અભ્યાસ
- ચાર ડૉકટર્સ દ્વારા કરવામાં આવ્યો સર્વે
- કોરોના વેક્સિનને કારણે સારો એન્ટીબૉડી રિસ્પોન્સ
અમદાવાદ:કોરોનાની કોવિશિલ્ડ (Covishield) અને કોવેક્સિન(Covaxin)રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધા પછી એન્ટીબૉડી પ્રતિભાવનો અંદાજ મેળવવા માટે વિવિધ વર્ગોને આવરી લેતો દેશવ્યાપી અભ્યાસ(Doctors Survey) હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 515 હેલ્થકેર વર્કર્સને આવરી લેવામાં આવ્યા હતા. આ અભ્યાસ કોલકતાના ડો. એ. કે. સિંઘ, અમદાવાદના ડો. સંજીવ ફાટક, ધનબાદના ડો. એન કે સિંઘ અને જયપુરના ડો. અરવિંદ ગુપ્તા તથા અન્ય ડોક્ટર્સએ (survey of Covishield and covaxin) હાથ ધર્યો હતો. સ્પાઈક પ્રોટીન સામેના એન્ટીબોડી(antibody)નો અંદાજ અમદાવાદની નોબર્ગ સુપ્રાટેક લેબોરેટરીમાં મેળવવામાં આવ્યો હતો.
બન્ને ડોઝ લીધાના 21 દિવસ બાદ સારો એન્ટીબૉડી પ્રતિભાવ
ડો.સંજીવ ફાટક જણાવે છે, અમને આ અભ્યાસમાં શામેલ થનારા 95 ટકા લોકોમાં તેમણે રસીનો બીજો ડોઝ લીધાના 21 દિવસ પછી સારો એન્ટીબૉડી પ્રતિભાવ જોવા મળ્યો હતો. આ રસીના પરિણામે સારી પોઝિટિવિટી જોવા મળી હતી. તે કોવિશીલ્ડ (Covishield) રસી લેનારમાં 98 ટકા અને કોવેક્સીન (Covaxin) લેનારમાં 80 ટકા જોવા મળી હતી. તેમણે આ બાબતે વધુ વિગત આપતાં જણાવ્યું હતું કે, આમ છતાં ન્યુટ્રાલાઈઝીંગ એન્ટીબૉડી ટાઈટરને કારણે એન્ટી-સ્પાઈક એન્ટીબૉડીનું સ્તર એકસરખુ જોવા મળ્યુ ન હતું. આથી એન્ટીસ્પાઈક એન્ટીબૉડી પેદા થવાના ઊંચા પ્રમાણને રસી લેનારને પ્રાપ્ત થયેલી સુરક્ષાની વધુ ટકાવારી ગણી શકાય નહી.