અમદાવાદ-પીએમ મોદીએ અમદાવાદમાં 10મી જૂને ઇસરોના (Ahmedabad ISRO New Venture) ઉપક્રમે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (In Space)નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં અવકાશ ક્ષેત્રે હવે પ્રાઇવેટ પાર્ટનર્સ માટે (Private Company investment in Space Sector) પણ દ્વાર ખુલ્લા થયાં હતાં. અમેરિકા અને યુરોપની જેમ પ્રાઇવેટ કંપનીઓ પણ ભારતમાં સ્પેસ ક્ષેત્રે સંશોધન કરી શકે છે. તફાવત માત્ર એટલો જ છે કે પશ્ચિમી દેશોમાં ખાનગી કંપનીઓ પોતાની રીતે સ્વતંત્ર સંશોધન કરી શકે છે. જ્યારે ભારતમાં ઇસરોના નિયંત્રણ હેઠળ પ્રાઇવેટ પાર્ટનરને અવકાશ ક્ષેત્રે સંશોધનનો મોકો (Opportunity for private partner to do research in the field of space) મળી રહ્યો છે.
ઇન સ્પેસે શરૂ કર્યું કામ -ઇન સ્પેસના (In Space)નવા બિલ્ડીંગના ઉદ્ઘાટન સમયે જ દક્ષિણ ભારતની 10 ખાનગી કંપનીઓ સાથે એમઓયુ થયા હતા. હવે MOU કરવા માટે વધુ કંપનીઓના આવેદન આવી રહ્યા છે. જે સ્પેસ ક્ષેત્રે પગલાં ભરવા ખાનગી કંપનીઓની તાલાવેલી બતાવી રહ્યા છે. અમદાવાદનું સ્પેસ એપ્લિકેશન સેન્ટર જેવી રીતે ઇસરોને તેના પ્રોજેકટમાં જરૂરી ભાગ બનાવી આપે છે. તેવી જ રીતે ઇન સ્પેસ સાથે હવે પ્રાઇવેટ કંપનીઓ પણ સેટેલાઇટ, રોકેટ અને અન્ય ઉપકરણોના ભાગ બનાવતા શીખશે. તેમજ MOU થકી આવક પણ ઉભી કરશે.
આ પણ વાંચો- અવકાશ ક્ષેત્રમાં પણ હવે ખાનગી કંપનીઓ માટે દ્વાર ખુલ્યા, 13 કંપનીઓએ કર્યા MOU