શાહપુરમાં બાળકોએ રમકડાંની રથયાત્રા યોજી, જોકે માસ્ક પહેરવાનું ભૂલ્યાં - ઈટીવી ભારત
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આ વર્ષે 143મી રથયાત્રા પર પ્રતિબંધ જાહેર કર્યો છે ત્યારે શહેરના શાહપુર વિસ્તારમાં અનેક બાળકોએ રમકડાંની રથયાત્રા કાઢી હતી. જોકે ચિંતાજનક બાબત એ હતી કે મોટાભાગના બાળકો માસ્ક વગર અને સોશિઅલ ડિસ્ટન્સિંગ વગર જોવા મળ્યાં હતાં.
શાહપુરમાં બાળકોએ રમકડાંની રથયાત્રા કાઢી, જોકે માસ્ક પહેરવાનું ભૂલ્યાં
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં તમામ સ્થળે રથયાત્રા કાઢવા પર પ્રતિબંધ લાદ્યો છે ત્યારે શાહપુરમાં બાળકો દ્વારા રમકડાંની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં કેટલાક મોટા લોકો પણ સામેલ થયાં હતાં. બાળકો દ્વારા કાઢવામાં આવેલી આ રથયાત્રામાં ત્રણ રથ અને રમકડાના અખાડા હતાં. ચિંતાજનક બાબત એ હતી કે મોટાભાગના બાળકોના ચહેરા પર માસ્ક જોવા મળ્યો ન હતો અને સોશિઅલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું ન હતું.