અમદાવાદઃ સામાન્ય રીતે કોરોનામાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કેન્સર, સહિત અન્ય કોઈ બીમારી હોય તેવા દર્દીઓના વધુ મૃત્યુ થતાં હોય છે. પરંતુ મે મહિનામાં 217 જેટલા દર્દીઓ વગર કોમોર્બિડિટી કોરોનાથી મૃત્યુ પામ્યાં છે. કોમોર્બિડિટી હોવાની સાથે કોરોના મૃત્યુ થયાં તેમાં સૌથી વધુ 33 ટકા દર્દીઓને ડાયાબિટીસની સમસ્યા હતી, જ્યારે 29 ટકા દર્દીઓને ડાયાબિટીસ અને હાઈ-બીપી હતું. 22 ટકા દર્દીઓને હાઈપરટેનશન અને 8 ટકા દર્દીઓને હદયની બીમારી હતી.
મે મહિનામાં 218 દર્દીઓ કોમોર્બિડિટી વગર કોરોનાથી મૃત્યુ પામ્યાં - ઈટીવી ભારત
ગુજરાતમાં કોરોના મહામારીને લીધે 1092 દર્દીઓના મોત નીપજ્યાં છે. ત્યારે મે મહિનામાં સૌથી વધુ 642 દર્દીઓના કોરોનાને લીધે મોત થયા હતા. આ 642 પૈકી 217 જેટલા દર્દીઓ એવા હતાં કે જેમને કોઈપણ પ્રકારની કોમોર્બિડિટી ન હોવા છતાં તેમનું મોત થયું છે.
આ મુદ્દે વાતચીત કરતાં અમદાવાદના તબીબ સુનીલ શાહે જણાવ્યું કે, ઘણા દર્દીઓને કોમોર્બિડિટી ન હોવા છતાં તેઓ કોરોનાથી મૃત્યુ પામે છે તેવા કિસ્સામાં ARDS (એક્યુટ રેસ્પીરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ) આગળ જઈને ટાઈપ વન રેસ્પીરેટરી ફેલિયરમાં પરિણામે છે જેનાથી મોત થઈ શકે છે. આ ખતરનાક સ્થિતિ હોય છે. ગુજરાત સરકાર ટેસ્ટિંગ વધારે કરતી નથી અને તેના લીધે દર્દીને કોરોના છે કે કેમ એ અંગે જાણકારી મળી શકતી નથી. હાલમાં જ ગુજરાત હાઈકોર્ટે પણ ખાનગી લેબને ટેસ્ટ સરકાર પાસેથી મંજૂરી લેવામાંથી છૂટ આપી છે જેથી કરીને રિપોર્ટ વહેલા આવશે તો નિદાન પહેલાં થઈ શકશે.