શહીદોના માનમાં ભાજપે બે દિવસ સુધી તમામ રાજકીય કાર્યક્રમ મોકૂફ રાખ્યાં - ચીન
ગુજરાતમાં એક તરફ આવતીકાલે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. તો બીજી તરફ લદાખ સરહદે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે.તેમાં ભારતના 20 જવાનો શહીદ થતાં સમગ્ર દેશમાં શોકની લાગણી વ્યાપી છે. ત્યારે ભાજપ દ્વારા બે દિવસ શહીદોના માનમા ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ ન કરવાની જાહેરાત કરાઈ છે.
ભરત પંડ્યા
અમદાવાદ: આ દુઃખદ ક્ષણે ભાજપ દ્વારા સમગ્ર દેશમાં પોતાનાં તમામ કાર્યક્રમો,વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.ગુજરાતમાં પણ પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીએ ભાજપના તમામ કાર્યક્રમો, વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.