ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો

એક તરફ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર કોરોના વાઈરસ ફેલાતો અટકાવવાને બદલે તાયફા કરી રહી છે. આવા જ એક તાયફા અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 'કોરોના વિજય રથ' શરૂ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો

By

Published : Sep 7, 2020, 2:05 PM IST

અમદાવાદઃ કોવિડ વિજય રથની આજે ગુજરાતના જુદા જુદા વિસ્તારના પાંચ જિલ્લોઓથી શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઉત્તર ગુજરાતથી પાલનપુર, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં સુરત અને કચ્છના ભૂજ ખાતેથી આ રથોનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે ત્યાં સરકારનો કોવિડ વિજય રથના નામે વધુ એક તાયફો
આ રથો ગુજરાતના જુદાજુદા જિલ્લાઓમાં ફરશે અને કોરોના વિશે જાગૃતિ ફેલાવશે. સાથે સાથે સરકારની યોજનાઓ વિષે પણ માહિતી આપશે. આ રથમાં 444 કલાકારો દ્વારા ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં 44 દિવસ નાટકો, ભવાઈ તેમજ ડાયરો યોજીને કોરોના અંગે જાગૃતિ ફેલાવાશે. જેમાં ગ્રામીણ વિસ્તાર ઉપર વધુ ભાર અપાશે. પરંતુ આ કાર્યક્રમોમાં ભીડ ભેગી થશે તેની જવાબદારી કોણ લેશે ? જ્યારે સંપૂર્ણ ગુજરાતમાં મીડિયા દ્વારા કોરોના વાઈરસને લઈને જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરાઈ રહ્યો છે. તો પછી આ પ્રોજેક્ટમાં વપરાતા પૈસા ગુજરાતના નાગરિકોને મેડિકલ સવલતો ઉભી કરવામાં ખર્ચ કરવામાં આવે તો વધુ ઉપયોગી થઇ શકે તેવો સૂર ઉઠ્યો હતો.આ કાર્યક્રમ યુનિસેફ, માહિતી અને પ્રસારણ મંત્રાલય, પ્રાદેશિક લોક સંપર્ક બ્યૂરો અને અમદાવાદ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોના સયુંકત ઉપક્રમે યોજાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details