- હવામાન વિભાગે રાજ્યમાં 7થી 10 નવેમ્બર માવઠું પડે તેવી આગાહી કરી
- સમગ્ર રાજ્યમાં બેસતા વર્ષ (5 નવેમ્બર)થી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું
- રાજ્યના લોકોએ ટૂંક જ સમયમાં કરવો પડશે કડકડતી ઠંડીનો સામનો
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં અત્યારે વહેલી સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે. તેવામાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી (Meteorological Department Forecast) કરી છે. અત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર રાજ્યમાં જોવા મળશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડે તેવી શક્યતા છે. જ્યારે લૉ પ્રેશરનના કારણે આગામી 2થી 3 દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ સર્જાય તેવી પૂરતી શક્યતા રહેલી છે.
રાજ્યમાં સવારે ઠંડી તો બપોરે ગરમી
રાજ્યમાં અત્યારે સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે, પરંતુ માવઠાના કારણે હવે વાદળછાયું વાતાવરણ સર્જાશે. બીજી તરફ જો માવઠું પડશે તો શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. તેના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
વેલમાર્ક લૉ પ્રેશર 24 કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા