અમદાવાદઆ સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસોસિએશનનો કાયદાકીય વિવાદ હવે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. SOMAના પૂર્વ પ્રમુખ એવા સમીર શાહના કાર્યકાળ દરમિયાન તેમણે જે નિર્ણય (Gujarat High Court Hearing)લીધા હતા એ નિર્ણયને હરીફો દ્વારા પડકારવામાં (Legal dispute saurashtra oil mill association) આવ્યા હતા અને આ સમગ્ર મામલો ચેરિટી કમિશનર પાસે (charity commissioner gujarat) પહોંચ્યો હતો.
ચૂંટણી પ્રક્રિયા મામલે માગી હતી દાદ જ્યાં આ સમગ્ર મામલે સમીર શાહે પણ ચૂંટણી પ્રક્રિયા મામલે દાદ માગી હતી અને આ વિવાદ (Legal dispute saurashtra oil mill association) ચેરિટી કમિશનર પાસે (charity commissioner gujarat) ચાલતા સમીર શાહના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ સમીર શાહે આ બાબતે વિરોધ નોંધાવતા તેમણે આ મામલે હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) અરજી કરી હતી.
ચેરિટી કમિશનરનો ચૂકાદો અલગ છે આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, ચેરિટી કમિશનરને (charity commissioner gujarat) અગાઉનો આપેલો ચૂકાદો મૂળ મુદ્દાઓથી ખૂબ જ અલગ છે અને તેથી જ હાઈકોર્ટમાં (Gujarat High Court Hearing) આ મામલે અરજી કરવામાં આવી છે. આ સાથે જ તેમણે એવી પણ રજૂઆત કરી હતી કે, આ મામલે હાઇકોર્ટે સૂચના આપી હોવા છતાં પણ તે લોકો 4 વર્ષ સુધી કેમ કંઈ બોલ્યા જ નહીં અને હવે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે તે અયોગ્ય છે.
નવેસરથી ચૂકાદો આપવા આદેશ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે (Gujarat High Court Hearing), અરજદાર દ્વારા રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચેરિટી કમિશનરને (charity commissioner gujarat) હાઇકોર્ટે આદેશ કર્યો છે કે, 6 મહિનામાં ફરીથી આ મુદ્દે વિચારણા કરે અને નવેસરથી ચૂકાદો આપે.
બંને પક્ષ રજૂ કરવા માગે છે મુદ્દાઓ સાથે જ હાઇકોર્ટે (Gujarat High Court Hearing) એ પણ આદેશ કર્યો છે કે, બંને પક્ષ આવતા 15 દિવસમાં હજી કોઈ મુદ્દાઓ રજૂ કરવા માગે છે તો જે રીતે કમિશનર સમક્ષ રજૂ કરી શકે છે અને ત્યારબાદ ચેરિટી કમિશનર મહત્તમ 6 મહિનામાં નવેસરથી ચૂકાદો આપવો પડશે. મહત્વનું છે કે, SOMAના બંધારણમાં સમીર શાહ દ્વારા કાર્યકાળ દરમિયાન કરાયેલા ફેરફારને લઈને હરીફોમાં ખૂબ જ ભારે ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.