ગુજરાત

gujarat

ETV Bharat / city

ઘાટલોડિયામાં કોરોના કાળમાં નિઃસહાય થયેલા પરિવારના બાળકોના ભણવાનો ખર્ચ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ઉપાડશે - જરૂરિયાતમંદોને સહાય

કોરોના કાળમાં નિઃસહાય બનેલા લોકોને સરકાર દ્વારા સહાય કરવાની પહેલ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તો નાની મોટી સંસ્થાઓ અને રાજ્યનાના અલગ અલગ પક્ષના નેતાઓ પણ પોતપોતાના વિસ્તારોમાં અલગ અલગ રીતે જરૂરિયાતમંદોને સહાય કરી રહ્યા છે અને આર્થિક રીતે અને સાથે જ અનાજ અને કરીયાણાની પણ મદદ આપવામાં આવી રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, વિસ્તારમાં જ લોકોએ કોરોના કાળમાં ઘરનો મોભી ગુમાવ્યો હોય તે પરિવારના પૂત્ર-પૂત્રીનો ભણવાનો ખર્ચ તેઓ ઉપાડશે.

ઘાટલોડિયામાં કોરોના કાળમાં નિઃસહાય થયેલા પરિવારના બાળકોના ભણવાનો ખર્ચ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ઉપાડશે
ઘાટલોડિયામાં કોરોના કાળમાં નિઃસહાય થયેલા પરિવારના બાળકોના ભણવાનો ખર્ચ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ઉપાડશે

By

Published : May 12, 2021, 10:03 AM IST

  • ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે દેખાડી માનવતા
  • ધારાસભ્ય કોરોના કાળમાં મોભી ગુમાવનારા બાળકોનો ભણવાનો ખર્ચ ઉપાડશે
  • ધારાસભ્ય નિઃસહાય પરિવારના બાળકોની આર્થિક જરૂરિયાતો પણ પૂરી કરશે

અમદાવાદઃ કોરોના કાળમાં અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ કોરોનાના દર્દીઓ અને તેમના પરિવારની મદદ માટે આગળ આવી છે. ત્યારે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે એક જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘાટલોડિયા વિસ્તારમાં કોરોના કાળમાં જે પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો હશે અને જેમની પાસે કોઈ આધાર નથી તેવા પરિવારના બાળકોનો ભણવાનો ખર્ચ તેઓ પોતે ઉપાડશે. આ સાથે જ આર્થિક જરૂરિયાતો પણ પૂરી કરશે.

રાસભ્ય નિઃસહાય પરિવારના બાળકોની આર્થિક જરૂરિયાતો પણ પૂરી કરશે
આ પણ વાંચોઃકચ્છ રેલવે વિભાગ આવ્યું કોરોના દર્દીઓની મદદે, હોસ્પિટલના દ્વાર જનતા માટે ખોલવામાં આવ્યાં


નિઃસહાય પરિવારના બાળકોનું ભણતર ન બગડે તે માટે ધારાસભ્યની પહેલ

ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં જે લોકોએ પોતાના ઘરના મોભી આ કોરોનાના કપરા કાળમાં ગુમાવ્યા હોય તેવા લોકોના બાળકો જેમની જવાબદારી હવે કોઈ ઉપાડી શકે નહીં તેવા પરિવારો કે જેઓ નિઃસહાય બન્યા હોય. તેમના દીકરા-દીકરીઓનું ભણતર ન બગડે તે માટે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે આ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. આ સાથે જ આર્થિક જરૂરિયાતો પણ પુરી કરવામાં આવશે.
આ પણ વાંચોઃકોરોના વાઇરસની પરિસ્થિતિમાં ખેડુતોને આર્થિક મદદ કરવા સાબર ડેરી સમક્ષ માગ કરવામાં આવી

50 જરૂરિયાતમંદ પરિવારોને કરાશે મદદ

આ ઉપરાંત જે પરિવારોની આર્થિક સ્થિતિ નબળી હોય અને રોજગારીનું કોઈ સાધન ન હોય તેવા 50 પરિવારોને આગામી એક વર્ષ માટે ઘઉં, ચોખા, દાળ, તેલ, ખાંડ અને મસાલા જરૂરિયાત પ્રમાણે કરિયાણું ભરી આપવામાં આવશે તેવો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે. આ માટે ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ભૂપેન્દ્ર પટેલના કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે અને જો કોઈ વ્યક્તિ પોતાની માહિતી જાહેર કરવા ન માગે તો તે ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાન દ્વારા દરેક ધારાસભ્યને પોતાની ગ્રાન્ટમાંથી કોરોનામાં હોસ્પિટલના સાધનો માટે ફંડ ફાળવવાની વાત કરી હતી. તે માટે પણ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details