અમદાવાદ: 23 એપ્રિલ 2020ના આંકડાઓ અનુસાર ઓઈલ માર્કેટિંગ કંપની દ્વારા ગુજરાતમાં આ યોજના માટે PMUYના લાભાર્થીઓનાં ખાતામાં રૂ. 193.3 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આમાંથી, ઇન્ડિયન ઓઇલ દ્વારા 12.4 લાખ રિફિલ માટે રૂ. 92.5 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યમાં, અત્યાર સુધીમા PMUY હેઠળ 12.3 લાખ રિફિલનું બુકિંગ થઇ ગયું છે જેમાંથી 11.3 લાખ સિલિન્ડરનું રાજ્યમાં વિતરણ પણ થઇ ગયું છે.
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં - કોરોના
ગુજરાતમાં ઇન્ડિયન ઓઇલ તેમ જ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપની દ્વારા આ મહિને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) અંતર્ગત પ્રધાનમંત્રી ઉજ્જ્વલાં યોજનાના (PMUY) લાભાર્થીઓને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખથી વધુ LPG સિલિન્ડરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં એપ્રિલ મહિનામાં અંદાજે 11 લાખ લાભાર્થીઓએ LPG સિલિન્ડર મેળવ્યાં
હાલમાં ચાલી રહેલા લૉકડાઉનના કારણે ઉભા થતા કેટલાક અવરોધો વચ્ચે પણ ઇન્ડિયન ઓઇલના LPG ડિલિવરી બોય દ્વારા ઇન્ડેન LPG રિફિલની ગ્રાહકોના ઘર સુધી ડિલિવરી પહોંચાડવામાં આવે છે. ઇન્ડેન LPG માટેની RSP રકમ ઇન્ડિયન ઓઇલ દ્વારા સીધી જ લાભાર્થીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. રિફિલની ડિલિવરી વખતે લાભાર્થીઓ આ નાણાં ડિલિવરી બોયને ચુકવીને તેમનું સિલિન્ડર મેળવી શકે છે.