અમદાવાદઃ શહેરમાં હવે નવા નિર્દેશો અનુસાર અમદાવાદના તમામ કરિયાણાની દુકાનો અને શાકભાજીના વેચાણકર્તાઓનું હેલ્થ સ્ક્રીનિગ થઈ ગયું છે. હવે સ્વસ્થ વેચાણકર્તાઓને હેલ્થ કાર્ડ ઇસ્યૂ જ કરવાની કામગીરી શરૂ છે. પણ ગુરુવારના રોજ હેલ્થ કાર્ડની લેવા માટે લાંબી કતારો લાઇન લાગી હતી. જેમાં પાલડી પાસે આવેલ અમદાવાદ મહાનગર સેવાસદન પાસે કોઈપણ પ્રકારના સોશિયલ ડિસ્ટન્સ વગર હેલ્થ કાર્ડ લેવા લાઇન લાગી હતી. જેમાં પોલીસને પણ આ કામ કરાવવા નાકે દમ આવી ગયો હતો. આખરે પોલીસે લોકડાઉનના કાયદાનો ભંગ થતો જોવા મળતા તમામને ત્યાંથી ઘરે ભગાડી દીધા હતા.
અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાના વેપારીઓએ હેલ્થ કાર્ડ લેવા સેવાસદનની બહાર લાઇન લગાવી - અમદાવાદ
અમદાવાદ શહેરમાં સતત કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા કેટલા સમયથી શાકભાજી અને કરિયાણાના વેચાણ કર્તાઓ કોરોના વાઇરસના સુપર સ્પ્રેડર્સ બન્યા હતા. તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 15 તારીખ સુધી શાકભાજી અને કરિયાણાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો.
અમદાવાદમાં શાકભાજી અને કરિયાણાના વેપારીઓએ હેલ્થ કાર્ડ લેવા મહાનગર સેવાસદનની બહાર લાઇન લગાવી
પરંતુ આ બધી જ કાર્યવાહીમાં અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની નબળી કામગીરી દેખાઈ આવી હતી. જેને લઈને શાકભાજી અને કરિયાણાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કેમ કે, હેલ્થ કાર્ડ લેવા તેઓ સવારથી બપોર તડકામાં ઉભા રહ્યા હતા.