અમદાવાદ:ભારતીય રેલ સમગ્ર દેશમાં સૌથી વધુ પેસેન્જરોનું વહન કરતું એક માત્ર માધ્યમ છે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સતત મુસાફરોનું પરિવહન કરે છે, જ્યારે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત (third wave of Corona started in India) થઈ ચૂકી છે, ત્યારે આ માધ્યમ દ્વારા કોરોના વિસ્ફોટ (Corona explosion)સર્જાઈ શકે છે.
કોવિડ ટેસ્ટિંગ અને વેકસીન અને માસ્ક
વર્તમાનમાં અમદાવાદ રેલવે સ્ટેશનથી 85 જેટલી ટ્રેનો ચાલે છે. હજારો મુસાફરો ગુજરાતના સૌથી મોટા સ્ટેશન ઉપર અનેક રાજ્યો અને અનેક જિલ્લામાંથી આવે છે., તેઓ કોરોનાના પ્રવર્તક ન બને તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Ahmedabad ) દ્વારા રેલવે સ્ટેશન ઉપર કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે. એક મહિના પહેલા અહીં દરરોજના 100-150 ટેસ્ટ થતા હતા. જેની સંખ્યા વધારીને 300 જેટલી કરાઈ છે. જો કે કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો નહિવત જેટલો છે. બીજી તરફ વેક્સિનની વાત કરવામાં આવે તો દરરોજના 40થી 50 જેટલા લોકો અહીં વેક્સિન લે છે. મોટાભાગના મુસાફરો માસ્ક પહેરે છે, પરંતુ સેનિટાઈઝરના ઉપયોગનો અભાવ જોવા મળ્યો હતો.
રેલ્વે તરફથી કેવી સાવધાનીઓ
અમદાવાદ મંડળના પબ્લિક રીલેશન ઓફિસર જે.કે. જયંતે ETV ભારતન સાથે વાત કરતા જણાવ્યું હતું કે, કોરોના વધુ પ્રસરે નહિ તે માટે રેલવેમાં પેસેન્જરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવે છે. તેમણે રસી લીધી હોય અને માસ્ક પહેરે તેવો આગ્રહ રાખવામાં આવે છે. માસ્ક નહીં પહેરનાર મુસાફર પાસેથી 500 રૂપિયા દંડ વસુલાય છે. રેલવેમાંથી પરદા, ઓશીકા અને ચાદર દૂર કરવામાં આવ્યા છે. દરેક ટ્રેનને ટ્રીપ પહેલા અને ત્યારબાદ સેનીટાઇઝ કરવામાં આવે છે.
રેલ કર્મચારીઓ માટે સુરક્ષા