ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં

દેશભરમાં 2 મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે થોડાક અંશે છૂટછાટ પણ આપવામાં આવી છે. ઇદનો તહેવાર પણ છે અને જેની ઉજવણી પણ મુસ્લિમ પરિવારો દ્વારા થઈ રહી છે તેવામાં કન્ટેન્મેન્ટ વિસ્તારમાં બિનજરૂરી બહાર નીકળતાં લોકોને પોલીસે રોકીને ઇદની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ સૌને પરત પણ મોકલ્યાં હતાં.

અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં
અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં

By

Published : May 25, 2020, 2:37 PM IST

અમદાવાદઃ શહેરના ખાડિયા જમાલપુર સહિતના અનેક વિસ્તારોમાં કન્ટેમનેટ ઝોન તરીકે જાહેર કરાયાં છે અને આ ઝોનમાંથી કોઈને બહાર નીકળવા દેવામાં આવતાં નથી. ત્યારે ઈદનો તહેવાર છે અને લોકોને ઘરે જ ઉજવણી કરી છે. પરંતુ કેટલાંક લોકો જ્યારે પોતાના વિસ્તારમાંથી બહાર નીકળતાં હતાં ત્યારે તેમને બેરિકેડ બનાવીને રોકવામાં આવ્યાં હતાં.

અમદાવાદમાં ઈદમાં બહાર નીકળતાં લોકોને પોલીસે શુભેચ્છા આપી સમજાવીને પરત મોકલ્યાં
બહાર નીકળતાં તમામ લોકોને પોલીસે સૌ પ્રથમ ઇદની શુભેચ્છા પાઠવી હતી અને લોકોને પરત જવા માટે અપીલ કરી હતી લોકોએ પોલીસને અપીલને માન આપીને પરત પણ વળ્યાં હતાં તો સાથે જ પોલીસે ઈદના તહેવારમાં લોકોને કોરોનાની મહામારી દૂર થાય તે માટે પ્રાર્થના કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details