ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં કોરોનાના કેસ ઘટતા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 19 થઈ - ડિસ્ચાર્જ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં વધુ એક વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. મહત્ત્વનું છે કે, શહેરમાં કુલ 20 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં હતા. કોરોના સંક્રમણમાં ઘટાડો થઈ રહ્યો છે તો શહેરમાં આજે વધુ એક માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યો છે. હવે શહેરમાં કુલ 19 માઈક્રો કન્ટેન્ટ મેન્ટ ઝોન અમલમાં છે.

By

Published : Dec 31, 2020, 11:22 AM IST

  • શહેરમાં કોરોનાના કેસમાં નોંધાયો ઘટાડો
  • માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા પણ ઘટી
  • 24 કલાકમાં શહેર-જિલ્લામાં કોરોનાના 164 કેસ

અમદાવાદઃ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત છઠ્ઠા દિવસે પણ 200થી ઓછા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. મહત્ત્વનું છે કે, છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 164 નવા કેસ નોંધાયા છે તો બીજી તરફ 169 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 3 દર્દીના કોરોનાના કારણે મોત થયા છે.

25 કલાકમાં શહેરમાં 157, જિલ્લામાં 7 કોરોના કેસ

છેલ્લા 24 કલાકમાં શહેરમાં 157 અને જિલ્લામાં 7 નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે તેમ જ શહેરમાં 163 અને જિલ્લામાં 6 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 57,474 પર પહોંચ્યો છે. જ્યારે 52,312 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2246 થયો છે.

ABOUT THE AUTHOR

...view details