ગુજરાત

gujarat

ETV Bharat / city

BJP Chintan Shibir 2022: વર્ષ 2017માં સરકાર બનાવવામાં હાંફી જનાર ભાજપ આ વખતે અપનાવશે નવો રસ્તો

ભાજપની ચિંતન શિબિરનો આજે (સોમવારે) બીજો અને છેલ્લો દિવસ (BJP Chintan Shibir 2022) છે. ત્યારે પહેલા દિવસે ભાજપે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah in BJP Chintan Shibir) નેતૃત્વ હેઠળ વિવિધ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી.

BJP Chintan Shibir 2022: વર્ષ 2017માં સરકાર બનાવવામાં હાંફી જનાર ભાજપ આ વખતે અપનાવશે નવો રસ્તો
BJP Chintan Shibir 2022: વર્ષ 2017માં સરકાર બનાવવામાં હાંફી જનાર ભાજપ આ વખતે અપનાવશે નવો રસ્તો

By

Published : May 16, 2022, 11:29 AM IST

અમદાવાદઃ બાવળામાં કેન્સવિલે ખાતે ભાજપની 2 દિવસીય ચિંતન શિબિરનો આજે (સોમવારે) બીજો અને છેલ્લો દિવસ (BJP Chintan Shibir 2022) છે. એક તરફ કૉંગ્રેસની ચિંતન શિબિર પૂર્ણ થઈ અને ત્યારે જ ભાજપની ચિંતન શિબિર શરૂ થઈ હતી. તેવામાં હવે ભાજપની શિબિરમાં પહેલા દિવસે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહના (Amit Shah in BJP Chintan Shibir) નેતૃ્તવમાં શું ચર્ચા થઈ તે જાણીએ આ અહેવાલમાં.

સરકારના કાર્યોની ચર્ચા

સરકારના કાર્યોની ચર્ચા -ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. તેમ છતાં શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાઓ આંખે ઊડીને વળગે છે. આમ આદમી પાર્ટી (BJP make strategy against AAP ) અને કૉંગ્રેસે ગુજરાતમાં આ મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું છે. ત્યારે આ મુદ્દાઓમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે શું કાર્ય કર્યું છે. તે લોકો સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી હતી.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કેવી રીતે પહોંચવું? -ભાજપ ભરતી મેળા (BJP recruitment fair) અંતર્ગત તમામ સમાજના અને દરેક પાર્ટીમાંથી આવેલા લોકોને આવકારી રહી છે, પરંતુ વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીઓમાં કૉંગ્રેસે ભાજપને જીત મેળવવા માટે હંફાવી દીધા હતા. ત્યારે આ વખતે પણ ભાજપ કૉંગ્રેસને હલકામાં લઈ શકે નહીં. ત્યારે જે વિસ્તારોમાં કૉંગ્રેસ જીતે છે અને મજબૂત ઉમેદવાર ઉભા રાખે છે. તેવી રીતે ભાજપ પણ પોતાની નબળી બેઠકોમાં મજબૂત ઉમેદવારોને ઊભા રાખવાનો વ્યૂહ (BJP new strategy) અપનાવશે. જ્યારે વર્તમાનમાં ભાજપને સૌથી વધુ ડર આમ આદમી પાર્ટી દ્વારા (BJP make strategy against AAP) છે, પરંતુ ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) બાદ તેમાં ભાંગફોડ કરી શકાય છે.

આ પણ વાંચો-BJP Survey in Rajkot: જે ધારાસભ્યોએ કામ નહીં કર્યું હોય તેમની ટિકિટ તો કપાઈ જ સમજો...!

ગુજરાતમાં રાજકીય નિર્ણયો અમિત શાહના -ભાજપની ચિંતન શિબિરમાં અધ્યક્ષસ્થાન ભલે પ્રદેશ પ્રમુખસી. આર. પાટીલે લીધું હોય, પરંતુ દરેક પ્રધાને પોતાના કાર્યોનું પ્રેઝન્ટેશન અમિત શાહ (Amit Shah in BJP Chintan Shibir) સમક્ષ કરવું પડ્યું હતું. આ સૂચવતું હતું કે, ગુજરાતમાં નિર્ણયનું રિમોટ કેન્દ્રસ્થાનેથી જ ચાલે છે. આ બેઠક પણ કેન્દ્રિય નેતૃત્વ હેઠળ જ મળી હતી.

આ પણ વાંચો-જૂથવાદમા ઘેરાયેલી કોંગ્રેસ યુવાઓનું સાંભળતી નથી : કોંગ્રેસ યુવા નેતા

વડાપ્રધાન મોદી જ ભાજપ માટે 2022નો ચહેરો -5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં (PM Modi is the face of Gujarat elections) બે રોડ શૉ અને અનેક સભાઓ કરી ચૂક્યા છે. અનેક મહત્વપૂર્ણ યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. ભાજપ પણ કહેતું આવ્યું છે કે, ઉમેદવારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટાઈ આવે છે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપનો વોટ આકર્ષવાનો ચહેરો હશે અને સોફ્ટ હિન્દુત્વ કાર્ડનો ઉપયોગ થશે.

ABOUT THE AUTHOR

...view details