ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાડાઓ પૂરવામાંથી જ ઊંચું નથી આવતું AMCનું તંત્ર, વરસાદે ખોલી પ્રિમોનસુન કામગીરીની પોલ - અમદાવાદમાં ડ્રેનેજ લાઈનની સમસ્યા

અમદાવાદમાં ભારે વરસાદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોનસુન કામગીરીની પોલ ખૂલી (Monsoon exposed AMC Pre Monsoon Work) ગઈ છે. તેવામાં હવે મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તા પર થિગડાં મારવાનું અભિયાન શરૂ (Road damage due to rain) કર્યું છે. સાથે જ રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની એક (AMC Meeting at Riverfront House) બેઠક યોજાઈ હતી. જેમાં વરસાદની સ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.

ખાડાઓ પૂરવામાંથી જ ઊંચું નથી આવતું AMCનું તંત્ર, વરસાદે ખોલી પ્રિમોનસુન કામગીરીની પોલ
ખાડાઓ પૂરવામાંથી જ ઊંચું નથી આવતું AMCનું તંત્ર, વરસાદે ખોલી પ્રિમોનસુન કામગીરીની પોલ

By

Published : Jul 18, 2022, 10:08 AM IST

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદના કારણે રોડરસ્તાઓને ભારે નુકસાન (Road damage due to rain) થયું છે. સાથે જ અનેક જગ્યાએ ભૂવા પડતાં મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોનસુનની કામગીરીની પોલ ખૂલી (Monsoon exposed AMC Pre Monsoon Work) ગઈ છે. તેમ જ અનેક પ્રશ્નો ઊઠ્યા છે. તેવામાં રિવરફ્રન્ટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી એક (AMC Meeting at Riverfront House) બેઠકમાં વરસાદની સ્થિતિ સહિતની ચર્ચા કરવામાં આવી હતી.

રિવરફ્રન્ટ ખાતે યોજાઈ બેઠક - સ્માર્ટ સિટીના અનેક રોડ-રસ્તા ડિસ્કો રોડ બન્યા છે. રસ્તા પર અત્યાર સુધી 4,358 જેટલા ખાડા પડી ગયાછે. તેવામાં કોર્પોરેશને થિગડાં મારો અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટ પર આવેલા રિવરફ્રન્ટ હાઉસમાં એક બેઠક (AMC Meeting at Riverfront House) યોજાઈ હતી, જેમાં મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ, રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી ચેરમેન મહાદેવ દેસાઈ હાજર રહ્યા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશને રસ્તા પર થિગડાં મારવાનું અભિયાન શરૂ કર્યું

આ પણ વાંચો-પ્રિ-મોન્સુનની કામગીરીને લઇને કોંગ્રેસ કર્યો વિરોધ અનોખો વિરોધ....

શહેરમાં 4,000 હજાર વધુ ખાડા -અમદાવાદ મહાનગપાલિકા દ્વારા રસ્તાની ગુણવતા સારી હોવાની વાત કરવામાં આવે છે. તેવામાં ત્રણ દિવસમાં કોર્પોરેશન (Road damage due to rain) દ્વારા 4,358 જેટલા ખાડા પૂરવામાં એટલે કે, થિગડાં મારવામાં આવ્યા છે, જે તંત્રનીની કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે. શહેરમાં 4,000 કરતાં વધુ ખાડા પૂરવામાં આવ્યા છે. જ્યારે નવા ખાડાઓનો સરવે કરી આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો-વરસાદે ક્યાંક લીધો વિરામ તો ક્યાંક હજી પણ અનરાધાર

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ખાડા -પ્રથમ વરસાદમાં જ સ્માર્ટનગરી નહીં પણ ખાડાનગરી બની ગયું હતું, જેમાં સૌથી વધુ 993 ખાડા દક્ષિણ ઝોનમાં પડ્યા છે. તો પશ્ચિમ ઝોનમાં 657, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 893, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 277, પૂર્વ ઝોનમાં 723, મધ્ય ઝોનમાં 267, ઉત્તર ઝોનમા 549 અને સૌથી ઓછા ખાડા કોટ વિસ્તારમાં 267 પડ્યા છે.

30 વર્ષ જૂની ડ્રેનજ લાઈન નવી નખાશે -શહેરમાં સૌથી મોટી સમસ્યા ડ્રેનેજ લાઈનને લઈને (Drainage line problem in Ahmedabad) જોવા મળી રહી છે. આ બેઠકમાં રોડ રસ્તાની સાથે સાથે શહેરમાં જે 30 વર્ષથી વધુ જૂની ડ્રેનેજ લાઈનને કાઢી નવી ડ્રેનેજ લાઈન નાખવામાં આવશે, જેનું કામ આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details