અમદાવાદ: શહેરની વસ્ત્રાપુર પોલીસ દ્વારા લોકડાઉનનું પાલન કરાવવા નવા-નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે વધુ એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસકર્મીઓ દ્વારા સાયકલ પર પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પેટ્રેલિંગમાં જોડાયેલા કર્મીઓ સિવિલ ડ્રેસમાં રહે છે અને જરૂર જણાય ત્યાં પહોંચીને કાર્યવાહી કરે છે. આ પોલીસકર્મીઓની સાથે શી ટિમ પણ રહે છે.
અમદાવાદમાં પોલીસે સિવિલ ડ્રેસમાં સાઇકલ પર કર્યું પેટ્રોલિંગ - અમદાવાદ પોલીસ
અમદાવાદઃ કોરોનાના વધતા ચિંતાજનક કેસોને લઈને પોલીસે દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ દ્વારા ડ્રોન, પેટ્રોલિંગ અને લોકોના કોલના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પોલીસ નવા પ્રયોગના ભાગરૂપે સિવિલ ડ્રેસમાં સાઇકલ પર પેટ્રોલિંગ કર્યું હતું.
અમદાવાદમાં પોલીસે સિવિલ ડ્રેસમાં સાયકલ પર કર્યું પેટ્રોલિંગ
કેટલાક સ્થળે લોકો પોલીસ કે પોલીસની ગાડી જોઈને જ ભાગી જતા હોય છે, ત્યારે હવે લોકો અજાણ રહે તે રીતે પોલીસ સ્થળ પર પહોંચી શકે તે માટે સાઇકલ પર સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રયોગ શરૂ કરતાંની સાથે પોલીસે કેટલાક લોકોની જાહેરનામનો ભંગ કરતા અટકાયત કરી હતી. મળતી માહિતી મુજબ આ પ્રયોગ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ કરવામાં આવી શકે છે.