ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓ ઝડપાયા, વિદેશી નાગરિકો સાથે કરતાં હતા ઠગાઈ

અમદાવાદમાં પોલીસે રિવરફ્રન્ટના મેદાનમાં કોલ સેન્ટર ચલાવતાં બે લોકોની અટકાયત કરી છે. ખુલ્લા મેદાનમાં કોલ સેન્ટર ચાલતું હોવાનો આ પ્રથમ કિસ્સો છે.

Etv Bharat
Ahmedabad

By

Published : Sep 17, 2020, 2:08 PM IST

અમદાવાદઃ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો આમ તો હરવા ફરવા આવતા હોય છે, ત્યારે હવે રિવરફ્રન્ટના મેદાનમાં કોલ સેન્ટર ચલાવનાર પણ બેસવા લાગ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટનાં મેદાનમાંથી પોલીસે એવા બે આરોપીની ધરપકડ કરી છે, જે બંને આરોપીઓ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ બેઠા હોય તેમ વાહન પર બેસી લેપટોપમાંથી વિદેશી નાગરિકોને છેતરવાનું કોલ સેન્ટર ચલાવતા હતા.

અમદાવાદ શહેરમાં રિવરફ્રન્ટ પર પોલીસ અવાર નવાર પેટ્રોલિંગ કરે છે. પોલીસને આ પેટ્રોલિંગ દરમિયાન જ બે શકમંદ નજરે પડ્યા હતા. લેપટોપ લઈને માર્કેટિંગ એકસિક્યુટિવની માફક બને શંકાસ્પદ કામ કરતા હતા. પોલીસે તપાસ કરી તો જમાલપુર સર્કલ પાસે ખુલ્લા મેદાનમાં આ બંને લોકો એક્ટીવા પર બેસીને પોતાના લેપટોપમાં ડમી કોલસેન્ટર ચલાવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે રીયાઝ શેખ અને સ્વપ્નિલ ક્રિશ્ચયન નામના બંનેની અટકાયત કરી છે.

રિવરફ્રન્ટ પર કોલ સેન્ટર ચલાવતા બે આરોપીઓ ઝડપાયા

ગુજરાત રાજ્ય નહી પણ સમગ્ર દેશમાં આ એવો પ્રથમ કિસ્સો છે, જેમાં ખુલ્લા મેદાનમાં ચાલતું કોલ સેન્ટર પોલીસે પકડી પાડ્યુ છે. તમને જણાવી દઇએ કે, આ લોકો ફોરેનમાં કોલ કરી લોન આપવાના બહાને ફોરેનર્સ સાથે છેતરપિંડી કરતા હોય છે. બંને આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે લેપટોપમાં પે ડે પ્રોસેસ કરી ઇન્ટરનેશનલ કોલ કરી દેશના નાગરિકોને લોન બાબતે લોભામણી સ્કીમ આપી ઠગાઈ કરતા હતા. આટલું જ નહીં એક ચિપ અને એપ્લિકેશન મારફતે વિદેશમાં લોકોને ફોન કરી લોનની લાલચ આપતા હતા. આ બંનેના લેપટોપમાં કુલ 34 જેટલા આઈકોન તથા ફાઈલ અને 16 જેટલી એક્સેલ ફાઈલ પણ મળી આવી છે. આ તમામ ફાઇલોમાં વિદેશના નાગરિકનો ડેટા છે.

જ્યારે આ બંને શખ્સો વિદેશી કસ્ટમરની લીડની ફાઈલો પણ રાખતા હતા. બંને આરોપીઓના મોબાઇલ ફોન અને લેપટોપ હાલ કબ્જે કરાયા છે. આરોપીઓ મેઘાણી નગરના દીપેશ ઉર્ફે નિખિલ પાસેથી લીડ મેળવતા હતા. આ એ જ દીપેશ છે જેને થોડા વર્ષ પહેલા 84 લાખના મુદ્દામાલ સાથે મેઘાણીનગર પોલીસે ડમી કોલસેન્ટર ચલાવવાના ગુનામાં પકડ્યો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ એરેસ્ટ વોરન્ટ પણ સાથે રાખતા હતાં. જો કોઈ લોન માટે માને નહિ તો તે વોરન્ટ બતાવી ડરાવવામાં આવતા. આરોપી સ્વપ્નિલ ક્રિશ્ચન હોવાથી તે સારું અંગ્રેજી બોલતો હોવાથી તેને વધુ કોલ કરવાની પણ જવાબદારી સોંપી હતી.

પોલીસે કાયદેસર કાર્યવાહીના ભાગરૂપે બન્નેની તપાસ કરતા તેઓએ જણાવ્યું હતું કે, pay day પ્રોસેસથી ઈન્ટરનેશનલ કોલ કરી USA અને વિદેશી નાગરીકોને લોભામણી લોનની સ્કીમ આપી તેઓ ઠગાઈ કરે છે. આરોપીઓ વિદેશી નાગરીકોની લીડ મેઘાણીનગર ખાતે રહેતાં પ્રોસેસર દીપેશ રાધાણી ઉર્ફે નિખિલ પાસેથી મેળવતા અને બાકીનો ડેટા ઓનલાઇન એપ્લિકેશનથી મેળવતાં હતાં. ડેટા મેળવ્યાં બાદ બન્ને યુવકો tex now એપ્લિકેશનથી ઇન્ટરનેશનલ કોલ કરી વિદેશીઓને લોન અંગે લોભામણી સ્કીમ આપી ગેમ કુપન ખરીદ કરાવતા હતાં. આ કુપન સ્ક્રેચ કરાવી નંબર મેળવી દીપેશ રાધાણીને મોકલતા હતાં. તેના મારફતે પ્રોસેસ અને રન કરાવી ઠગાઈની રકમ મેળવતા હતાં.

ABOUT THE AUTHOR

...view details