ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ પોઝિટિવ, હવે 50 ટકા અરજદારોને બોલાવાશે - corona case

સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે. જેમાં છેલ્લા 15 દિવસમાં કુલ 24 કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ પોઝિટિવ
અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ પોઝિટિવ

By

Published : Apr 22, 2021, 8:17 PM IST

  • પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ
  • 1 કર્મચારીનું કોરોનાથી થયું મોત
  • 50 ટકા અરજદારોને એપોઇમેન્ટ આપવામાં આવશે

અમદાવાદ- પાસપોર્ટ ઓફિસમાં કોરોના સંક્રમણે જે રીતે હાહાકાર મચાવ્યો છે. ત્યારે એક કર્મચારીનું કોરોનાના કારણે નિધન પણ થયુ છે. તેને જોતા હવે પાસપોર્ટ વિભાગની કચેરી દ્વારા 50 ટકા અરજદારોને જ એપોઇમેન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અરજદારને ખુબ જરૂરી હોય તો જ પાસપોર્ટનું કામ કરવાની સુચના આપવામાં આવી છે.

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ પોઝિટિવ

આ પણ વાંચોઃરામનાથપરા સ્મશાન ગૃહનો 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ થયો

ભીડ ઓછી કરવા અને નિયમોના પાલન માટે લેવાયો નિર્ણય

રાજ્યમાં જે રીતે કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યુ છે. ત્યારે અમદાવાદની પાસપોર્ટ ઓફિસમાં પણ સંક્રમણ વઘ્યુ છે. જેથી 50 ટકા એપોઇમેન્ટ સ્લોટ કરવામાં આવ્યો છે. કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ ગાઇડલાઇનનું પાલન પણ સરળતાથી કરાવી શકાશે. જ્યારે પાસપોર્ટના કામ માટે આવતા અરજદારોએ સામાજીક અંતર, માસ્ક અને સેનિટાઇઝર ફરજિયાત ઉપયોગમાં લેવાની સુચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details