ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી - 3 આરોપીની ધરપકડ

વટવા GIDC વિસ્તારમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને તેની નણંદને દેહ વ્યપાર માટે વિવિધ જગ્યા પર મોકલી હતી. જ્યારે આ ધટના બાબતે ભોગ બનનાર યુવતીએ તેની મોટી બહેન સમક્ષ જણાવ્યું હતું અને પોલીસમાં ફરીયાદ પણ નોંધાવી હતી. જ્યારે પોલીસે ભોગ બનનારની ભાભી સહિત અન્ય 2ની લોકોની ધરપકડ કરી છે. તેમજ 5 વિરોદ્ધ ગુન્હો નોંધાયો છે.

અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી
અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી

By

Published : Nov 9, 2021, 3:47 PM IST

  • ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપાર માટે મોકલી
  • વટવા GIDC વિસ્તારમાં એક ચોકાવનારો કિસ્સો
  • પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : વટવા GIDC વિસ્તારમાં ભાઈ ભાભીનાં ધરે રહેવાં આવતા નણંદને કડવો અનુભવ થયો હતો. જેમાં ભાભીએ પૈસાની લાલચમાં આવીને પોતાની સગી નણંદને દેહ વ્યપારમાં ધકેલી દીધી હતી. આ સમગ્ર ધટનાની જાણ ભોગ બનનાર યુવતીએ પોતાની મોટી બહેનને જણાવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોચ્યો હતો અને દેહ વ્યપારમાં મોકલનાર નરાધમો વિરોદ્ધ કેસ દાખલ કરાવ્યો હતો. જેમાં પોલીસે સગીરાની ભાભી અને તેની ભાભીની બહેનપણીની તેમજ ગ્રાહક હેત પંચોલીની ધરપકડ કરી છે.

અમદાવાદમાં સગા ભાભીએ પૈસાની લાલચમાં આવીને નણંદને દેહ વ્યપારમાં ધકેલી

શું હતી સમગ્ર ઘટના

વટવા GIDC વિસ્તારમાં રહેતી એક સગીરા કેટલાક દિવસ પહેલા તેના ભાઈને ત્યાં રોકવા માટે ગઈ હતી તેમજ દોઢેક મહિનાં સુધી ત્યાં રોકાયા બાદ સગીરા તેના ઘરે પરત ફરી હતી. ત્યારબાદ ફરીથી ગણપતિ મહોત્સવ વખતે પણ તેનાં ભાઈને ત્યાં રોકવા માટે ગઈ હતી. ત્યારે ભાભીએ તેની નણંદને તેની બહેનપણીની સાથે મોકલી આપી હતી તેમજ આ પહેલા પણ તે યુવતી દેહ વ્યપાર માટે સગીરાને તેના ઘરે લઈ ગઈ હતી તેમજ બાદમાં નવરંગપુરામાં આવેલ હોટલ ક્રિસ્ટલ પર પણ લઈ ગઈ હતી. જ્યાં રૂપિયા 2,000 લઈને સગીરાને દરિયાપુરનાં એક યુવક સાથે હોટલમાં શારીરિક સંબધ બાંધવા માટે મોકલી હતી જે આરોપી યુવકે સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો.

ઘટનાની જાણ મોટી બહેનને થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

સગીરાનાં ભાભીના કહેવાથી સગીરાને ઈસનપુરમાં લઈ જવામાં આવી હતી જ્યાં પણ અન્ય એક યુવક પાસેથી રૂપિયા 2,000 લઈને સગીરાને યુવકનાં ઘરે મોકલી આપી હતી. જ્યાં તેની સાથે આરોપી યુવકે શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં તેને ઘરે લઈ જવામાં આવી હતી અને આ બાબતની જાણ કોઈને ના કરવા માટે કહ્યું હતું. જો કે સગીરાએ સમગ્ર ઘટનાની જાણ તેની મોટી બહેનને કરી હતી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

પકડાયેલા આરોપીમાં સગીરાની ભાભી અગાઉ પણ દારૂ અને મારામારીનાં કેસમાં જોડાયેલી છે. માનસિક ગુનાહિત ઇતિહાસ ધરાવતી આ મહિલાએ પોતાની સગીર નણંદની થોડા પૈસા માટે જિંદગી નરક બનાવી દીધી હતી. હાલમાં પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે અને એક ફરાર છે તેની શોધખોળ શરૂ કરી છે. તેમજ આ ટોળકીએ અન્ય કોઈ યુવતીને દેહ વ્યપારમાં ધકેલી છે કે નહીં તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ખાત્રજમાં અપહરણ થયેલ ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ તળાવ નજીકથી મળી આવ્યો

આ પણ વાંચો :બોડેલીથી સગીરાનું અપહરણ કરી મિત્રની મદદ લઈને રાજકોટમાં આચર્યું દુષ્કર્મ, બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details