અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાતે (JP Nadda Gandhi Ashram Visit) આવ્યા હતા. અહીં ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. ત્યારબાદ સાદગીના પ્રતિક એવો ચરખો પણ કાંત્યો હતો.
JP Nadda Ahmedabad Visit: ગાંધી આશ્રમમાં જે. પી. નડ્ડાએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે અહીં આવીને... - જે. પી. નડ્ડાએ ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં સંદેશ લખ્યો
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજે એક દિવસીય ગુજરાત પ્રવાસે (JP Nadda Ahmedabad Visit ) આવ્યા છે. ત્યારે તેમણે સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત (JP Nadda Ahmedabad Visit) લીધી હતી. અહીં તેમણે રેંટિયો પણ કાંત્યો હતો. સાથે જ તેમણે પોતાના અનુભવ પણ વર્ણવ્યા હતા.
![JP Nadda Ahmedabad Visit: ગાંધી આશ્રમમાં જે. પી. નડ્ડાએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે અહીં આવીને... JP Nadda Ahmedabad Visit: ગાંધી આશ્રમમાં જે. પી. નડ્ડાએ વિઝિટર્સ બૂકમાં લખ્યું કે અહીં આવીને...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15148113-thumbnail-3x2-ahdnadda-7210816.jpg)
જે. પી. નડ્ડાએ ગાંધી આશ્રમની વિઝિટર્સ બુકમાં લખ્યો સંદેશ - ત્યારબાદ જે. પી. નડ્ડાએ ગાંધી આશ્રમના હૃદયકુંજની મુલાકાત (JP Nadda Gandhi Ashram Visit) લીધી હતી. તે દરમિયાન તેમણે વિઝિટર્સ બૂકમાં સંદેશો પણ લખ્યો (JP Nadda wrote a message in the visitor's book of Gandhi Ashram) હતો. તેમાં તેમણે લખ્યું હતું કે, ગાંધી આશ્રમની મુલાકાતનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. મારા માટે ગાંધી આશ્રમમાં આવું એ ખૂબ જ વિશેષ અનુભૂતિવાળો અનુભવ રહ્યો છે. મહાત્મા ગાંધીજીના જીવનમાંથી આપણે સૌએ વિશેષ પ્રેરણા લેવી જોઈએ. આ એવી જગ્યા છે, જ્યાંથી એક અલગ ઊર્જા પ્રાપ્ત થાય છે, જેને હું મારી સાથે યાદગિરી સ્વરૂપે લઈ જવા માગુ છું.
જે. પી. નડ્ડા સાથે આ મહાનુભાવો પણ રહ્યા ઉપસ્થિત - તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની આ મુલાકાત (JP Nadda Gandhi Ashram Visit) દરમિયાન તેમની સાથે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ગુજરાત પ્રદેશ પ્રમુખ પટેલ સી. આર. પાટીલ, પણ ઉપસ્થિત રહ્યા હતા.